વરીયા
8 members registeredUpdated at : Fri Mar 13 2026 09:37:56 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ આદવરીયા કાશીમાં વટાળ થયો વિકમ સંવત ૮૫૧ માં બારસો। ચેકાવ વર્ષ પહેલા. ત્યારે વાટલીયા વરીયા કહેવાણા. સાખપરાના. ગોત્ર દેવી ચોટીલાના ચામુંડા ને વેઢવા મંગળા ધવળા પાલી સવાના. સાખપરાખોડિયારમાંને લાપસી પાલી સવાની ખેત્રપાળ નાગદેવ વાળુકડીયા ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના શિકોતર ચારણી વીંજુવડની વીજબાઈ ના ચોખા પાલી સવાના નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન તથા સીમંત સમયે બમણા। થાય છે. મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે જમણી લાલમધરાસી વાર સવાની જમણી સફેદ વાર સવાની મઢમાં ચડે ઉતરે છે. ધોબાના નુરાપીર પૂજાય છે. સુરધન મેળા બાપા ઝાઝણબાપા ગામ સાખપરના પૂજાય છે.
આદ સ્થાન મારવાડ થી જોધપુર થી ભીનમાળ. રાજા પોપસેનની વારમાં. રાજા વીર જવાનસિંહ ના વારમાં. કાશીથી મેવાડમાં ગામ ચિત્રોડ આવ્યા. સીસોદીયા રાજા ઉ દેરાજની વારમાં.પછી માળવા ઉજ્જેન પરગણે રાજા પરમાર ઉદેજીતની વારમાં. ત્યાંથી પાવા ડુંગરાની નીચે ચાંપાનેર આવ્યા. રાવળ પતઈના રાજમાં ત્યાંથી ગુજરાત પીર પાટણવાડા સોલંકી સિદ્ધરાજ ના રાજના રાજમાંથી ચામુંડાના બેસણા ચોટીલાના ડુંગરે ગામ ચોટીલા આવ્યા. ત્યાંથી સોરઠમાં ગામ જુનાગઢ આવ્યા. પછી ગોહીલવાડ ગામ વાળુકડ થી ખારાપાટમાં ગામ સાખપર દરબાર નાગ ખુમાણ કાઠીવારમાં ગામ સાખપર ગામની પટલાઈઆવી. સાખપર ઘારથી ઓત્રાદી કોર વાડી વીઘા ૨૦ ની બે કોષીયો કુવો ગામની ઉગમણી કોર વરીયા રામભાઈને સાખપર ગામની ખાતર મેળાભાઈ તથા ઝાઝણભાઈ એ દેહના બલિદાન દીધા છે.
ચોપડે લખાવી સંવત ૧૫૮૦ માં મેળાભાઈ તથા ઝાઝણભાઈ સુરધન તમારા કુળ માં પુજાય છે. ગામ સાખપરથી પાંખી જુદી પડી છે. એક પાંખી ગામ ઝળકડે આવી બીજી પાંખી ગામ ઠવી ગઈ ત્રીજી પાંખી ગામ ગામ ઘોબાઆવી ચોથી પાંખી ગામ ઠવીથી ચોડા સીમર આવી પાંચમી પાંખી તો ગામ પીથલપુર આવી છઠ્ઠી પાંખી ઘોઘાબારામાં ગામ ટાણા અને વાવડી આવી સાતમી પાંખી રાજાવદર વાળાંકમાં આવી આઠમી પાંખી ઘોઘાબારામાં ભારોલી. બરવાળા - મતીયાળા - ઝીંઝુડા- આવી સર્વે વરીચા કુટુંબ સાખપરીયા અને પીથલપરીયા ના પરમ પૂજ્ય આદવરીયા દેવજીબાપા થી ૨૪ મી પેઢીએ રાણાભાઈના રામ પરિવાર થયો છે. પરીયા પુરાણમાં કુલ પેઢીથી પિતા પુત્ર પુત્રી મોસાળ તમામ નામ કરણ ચોપડે મોજુદ છે. જુના પુરાણમાંથી ૧૭૫ વર્ષ પહેલા અદા બાપા પુરાણીના હસ્તે કલમ લખી છે. તે ચોપડામાંથી ઈતિહાસ લખ્યો છે. ગામ ઝળકડે વરીયા ભીમાભાઈ મેરાભાઈ એ નાત તેડુ કરી ચોપડે લખાવી બારોટજી ને સુજાતી વેલ આપી તેમનું કવિત દુહા કીધા છે સંવત ૧૬૪૧ માં ગામ ઝળકડે. ગામ કામવોલમાં ભવાનભાઈ ઘાયે પડા છે. તેનો કમળેશ્વર મહાદેવના મંદિર પાસે પાળીયો છે. સંવત ૧૮૫૦ માં સરવેયા જેસંગભાઈના રાજ્યમાં.
॥ વરીયાના દુહા ॥
ભીમાભાઈ મેરાભાઈના દુહા:
જલભર એવુ જડકલું ભજવુ તે ભુપાળ
વરીયો તે વેલુ દીયે ભીમો ભલો દાતાર.
જડકલે જગતીયુ વડમત ધોબે વરીયા
સોમલથી સોમલીયેભલપે ભીમા વીરીયા.
વરીયામાં નુરાપીર પુજાય છે.
ગામ ધોબા અને ભમોદરા વચે વરીયાના ખેતર હતા. ત્યાં સાંતી જોડતા. સૈયદ નુરા પીરને વરીયાભાઈ સાથે ભાઈબંધી હતી. ત્યાં સમાડીયા ગરઢેરા કાઠીના સીમાડાની વેંચણ સાટુ કજીયો થયો. વેઢ થઈ. કુંભાર વરીયાસાથે દોસ્તી ત્યાં સૈયદ મુસલમાનનું શહેર અમરેલીના રહીશ. સૈયદ નુરાપીર ઘણા માણસો સાથે હતા અને મામલામાં મરાણા છે. વરીયા માટે દેહનું બલિદાન આપ્યું તે પ્રગટ થયા પીર કહેવાણા. વરીયા આખા સમાજમાં પુજાય છે સંવત ૧૭૧૦ માં.
॥ નુરાપીર રૂપક |।।
ઝાગર ઝાગર ઝગમગે સુગમગ ગેબી વાજે ચોયે ગમ ફેરાવે ફોજ રાત ને ફેર| સામા સામા વાલેડ ઝુધ સામા પથરાએ પવંગ ઘણા પ્રથી પર ખરી હક હાકમ ચવે ખરસાણ લીલો ઘોડો મોવડી નેજે નુરાના લીલાની નિસાન જાથુ પરતો પીર જોરાવરા સમરો સામો આવે સાય એકની મુખ માંય આવીઉભો ઘોડા ભેરે વરીયાની ધાય.
Update From
જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.