arrow_backAll Surnames

ઉનાગર

1 member registered
Updated at : Fri Mar 13 2026 12:44:52 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્ર: ચાંડલવ્યવતન: ઉનાકુળદેવતા/કુળદેવી: અજ્ઞાત

ગામ ધોળકાથી ધોળકીયા દુદાબાપાએ ગામ ઉનાના તોરણ બાંધ્યા ગામના છાપથી ઉનાગર અટક કેવાણી દુદાબાપાને ઉનાની પટબાઈ મળી ઉના રાજવી વેજલે આપી ઉનાની જમીન ખેતર વિઘા ૪૦૦ વાડી વિઘા ૪૦ ૪૦ ખેતર સુધ્ધારી વાડીયુ બનાવી ખેતરની ફરતી ગઢ જેવી થોરની વાડ બનાવી વાડીમાં આંબા-ગુંદાના ઝાડવા નાળીયેરીના ઝાડ સુંદર વાડીયુ બનાવી વાડીમાં રેવના મકાન બનાવ્યા ઉના ગામમાં પણ રેવાના મકાન હતા. ખેતરોના સુધારી કરી આનંદ માણી રહ્યા દુદાબાપા પરીવાર ૨૨ ઘેર હતા. દુદાબાપા નાત ભાયુ પણા બોલાવી ઉનાની જમીન ખેતરી વીસાળ કામ કરી રહ્યા. નાતના કુલે ઘર ૨૧૦ હતા. દુદાબાપાએ ઉનામાં તળાવ વીસાળ બનાવ્યું તળાવમાં ઉગમણી દીશા। ઉપર ગોખલે ખોડીયાર માંના બેન તોતળીમાંનું સ્થાન બનાવ્યું તોતળીમાંની મહેરબાની હતી દુદાભાઇનું ધાર્યુ કામ કરતા દુદાબાપાથી તોતળી માંને પુજાય છે. ખેત્રયાળ નાગદેવ ગામ પેઢાવાડાના કેવાઇ છે. પુજાય છે. 

રાજા વેજલના માણસોને ઇર્ષા આવી રાજવી વેજલને કહ્યું. મારા પટેલનું મારે માન છે. તેની સ્વારીની ઘોડી આપ મંગાવી ખાતરી થશે માણસને મોકલ્યા દુદાબાપા હાજર નહી તેના માણસોએ ના પાડી પટેલના સ્વારીની ઘોડી અપાઇની અમોને મનાઇ છે. અને રાજવી કોપાઇ માન્ય થયા તેના માણસો ખુબ જ ગામ આપવા લાગ્યા બેન-દીકરીની લાજ લુંટવા લાગ્ય માર મારવા લાગ્ય ઉનાગર કુંટુંબના યુવાની લડવા લાગ્યા અઢાર યુવાની મરણા તેના પાળીયા ઉનાના તળાવમાં છે. ઉનાગરની સાત દરીયું સતી ધર્મ સ્વકારીથી પેટમાં પાળી મારી મૃત્યુ થયું તે સતીના પાળીયા ઉનાના તળાવમાં છે. દુધાબાપા પરીવાર તેમજ સર્વ નાત ભાયુ| ઉના છોડી જુદે જુદે ગામે વસવા લાગ્યા ઘોઘાના હાકમને મળી ત્યાં ખેતરવાડી પટલાઇ મેળવી ધંધા રોજીને ચડી ગયા.

ધોળકીયામાંથી ઉનાગરનો ઈતિહાસ

આ સ્થાન કાછી બ્રહ્મણ મેવાડા તરવાડી વટાળમાં ભળાને વાટલીયા પ્રજાપતી કેવાણા. ગૌત્ર છાદલ્ય પરવર ત્રણ કાછીથી મારવાડ થી ગુજરાત પછી ભાલમાં મધુકાંઠે વૈરાટ ને ધોળકા આવ્યા ત્યાં રહીયા ધોળકીયા અટક પડી. પાખીનો વધારો થયો પછી નોખી પડીયું. રાધણપરા થી સોરઠ જુનાગઢ પરગણે ગામ કેશોદ થી નાઘેરમાં આવ્યા ગામ ઉના આવ્યા ધોળકીયાને ઉનાગર કેવાણા એ પાખી સવથી મોટીરી છે. બીજી પાખી દેશ હાલરમાં ગોંડલ પાસે છે. 

સરતાનપર ગામે રહીયા તે ધોળકીયામાંથી સરતાનપરા કેવાણા. ત્રીજી પાખી દેશ બાબરીયા વાડમાં આવી નાત તેડું કરી ઘી પીરસવાની વાડમાં રૂનું પૂમડુ ભરાવ્યું. વેવાઈ મશ્કરી કરી ધોળકીયા મટીને પુભડીયા કેવાણા. છોથી પાખી ધોળકેથી નીકળી ખારા પાટમાં અમરેલીયા છે. આંબા ગામના વસવાટ કરો તેથી ગામથી ધોળકીયામાંથી આંબેથીયા અટક કેવાણી. પાસમી પાખી ધોળકાથી નીકળીને દેશ લાઠીયાવાડમાં ગોલવાડ ગામ ગુદાવરયા ગામથી અટક ધોળકીયા મટીને તે ગુદાળીયા કેવાણા છડી પાખી ધોળકાથી દેશ ગુજરાતમાંથી ભાલમાં આવ્યા. ગામ કળોદરી રહ્યા. તેથી ગામસાખા ધોળકીયા મટીને કાળોદરીયા કેવાણા. સાતમી પાખી ધોળકેથી ગોલવાડમાં ગામ ભડી રહ્યા તે ગામ સાખા ધોળકીયા મટીને ભડીયા કેવાણા. નાનેરીપાખી જે ધોળકીયાની બદલી નહીં ધોળકીયા કેવાણા આઠેનું ગોત્ર એક જ છે. ચાડવ્યરૂસી એક લોઈ ગણાય વર વાપર થાઈ નહી કહીશ કરે તો વિસ્તાર| ચાલે નહી પરિવાર નબળો બને કુળનું પાપ લાગે ભુલે શુકે વરાઈગયું હોય તો પાપ ધોવાનો માર્ગ આપો છે. નીવાર્ણ તીર્થ કરવા પ્રભાસ પાટણ - દ્વારકા પંછતીર્થ - ગંગા અને જમનાનું સ્નાન કરવું. 

નાત જમાણી બ્રહ્મભોજન કરવું. ભગવો ભેક અતીથ સાધુ દેવો દાન હેમનું રૂપાનુ કરવું. કળોદને વસ્ત્રદાન કરવું. સાત ધાનનું દાન કરવું, બાર મહીના સુધી રવીવાર કરવા, રામનૌમનો અપવાસ, વામનદીશી અપવાસ, ગોકુળ આઠમનો ઉપવાસ, નોરતા નવ દીવસનો ઉપવાસ કરવો. ભીમ અગ્યારસનો ઉપવાસ કરવો, પાપ મુક્ત થઈ પરિવાર ચાલે. મોર મેવાડા બ્રહ્મણ તરવાડીમાંથી પ્રજાપતી થયાની પેઢી કહેવાય. ગોરધનના ગંગાધરના નાગજીના પ્રાગજી ભાઈ વટાળમાં ભળા વાટલીયા કહેવાણા. પ્રાગજીના રામજીના દીવેસરના હરદાસ તે હરીજી પ્રથમ બ્રહ્મણ મેવાડા ગોરધન ભાઈથી આપી પ્રાગજીભાઈ વટાળમાં ભળા મુખ્ય પેઢી આપી ત્યાર પછીની પેઢી આખા ધોવકીયા કુટુંબનો આખો વંશ પોતાના બારોટ પાછે હોય છે. બધુ દેવાથી ભાગવત જેવડો ચોપડો થાય આખા સમાજના ૨૦ ભાગ થાઈ તેથી આપનું ગૌત્ર-કુળદેવ- સુરાપુરા - મઢની યાદી આપુછું. ધોળકીયા હરજીના સેણાના કેશવ સુરધન થયા છે. 

ગામ અરડાઈમાં ચોપડે જે લખાણા તે બતાવું છે. એક સાથ નવ અટકનો એક જ ઈતીયાસ છે. ઉનાગરના કુળદેવી દેવના મઢની યાદી ગોત્ર ચાડવ્ય ઋષી સાખા માધની પરવર ત્રણ વેદ અજીરવેદ| ગોત્રદેવી ચોડતે ચામુંડામાં ચોટીલાના ડુંગરના તેનુ નીવેદ વેઢવા, મંગવા ધવવા પાલી સવાના ધવના લોટના મુઠીયા બાફેલા મગ ભરી તળી નાખવા. ખેત્રપાળ રગતીયો ગામ પેઠાવાડાનો પુજાય છે. ખોડીયારના બેન તોતળી માતાજી આથમણા ગામ ઉનાની તળાવની છે. તેને લાફસી પાલીની સવાની થાય છે. ખેત્રપાળ નાગેવ રંગતીયાનું નીવેદ ખીસડી પાલી સવાની તલવી પાલી સવાની બ્રહ્માણી માને કુલર ગડીયા સવાની થાય છે. રોજકાના બુટભવાની ખીર પાલી સવાની બ્રહ્માણી સીકોતરને કુલર ગડીયા સવાની સુરધન દાદાને ચોખા પાલી सवाना
|। વીગત ॥
નીવેદ નોરતાની નોમના થાય છે. દર વરસે વરસોદીયા સવાયા સવા પાલીના થાઈ છે. કર-લગ્ન-શ્રીમંત વખતે બમણા થાઈ છે. મઢમાં જમણી મધરાસી લાલ વાર સવાની જમણી સફેદ વાર સવાની મઢમાં ચડે ઉતરે છે. હુલીકાની દીકરાની ગીમ થાઈ છે. ધવની પુરીયુ સવાસો ચણા લોટના ફાફડા સવાસો ખજુરની વાડ કરવાની. આ પ્રસાદી આવેલ બેન-દીકરી અપાઈ છે. સગા મિત્રોને અપાઈ છે. પ્રથમ અસલ મઢની યાદી આપી છે. પછી કોઈએ સ્થાપના - સાધના વડીલો લીધા હોય તે પણ પુજતા હોય. મોટી પાખીમાં ઘણો ફેરફાર હોય છે. તેની પાખીમાં સુરાપુરા થયા હોય તે પણ પુજતા હોય છે. સુરધન માયાબાપા પાળીયો ઉમણાયાવદર ગામથી આથમણી દિશા છે. ખેત્રપાળ નાગદેવા રંગતીયાનું સ્થાન ગામ પેડાવાડા ગામથી દખણીદી દિશામાં છે. ઘી પળી પાશેર જેટલું માતાજીને નીવેદ જારી બધા નીવેદનો જારો અગ્નીમાં નાખી ઘીનો હવન કરવો. દીકરાના કાનના બુટીયા વધ્ધાતા નથી. એરંડીયુ બાળવું નહદ તેનો દીવો કરવો નહી. બે શ્રીફળ જમણી ચડાવતી વખતે ચડે ઉતરે છે.


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .