તરસરીયા
1 member registeredUpdated at : Fri Mar 13 2026 13:24:12 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્રદેવ ચામુંડામાં છોટીલાના બુટમાં રોજકાના ખેત્રપાળ નાગદેવ ગામા તરસરાના હનુમાનજી ગામ તરસરાના સુરધનદાદા ગામ ભોબરડીમાં. બીજા સુરધન કાદાબાપા ગામ બગડાણામાં પાળમાં ધાયે પડેલ છે. પાળીયો છે. જમણી લાલ લાખી, જમણી છોળીયાની લાલ વાર સવાની શ્રીફળ બે મઢમાં ચડે ઉતરે છે. ખેત્રપાળ નાગદેવની જમણી નીલા નેત્રમની વાર સવાની. વેઢવા મંગળા ધવળા પાલી સવાના, સપટા પાલી સવાના, ખીર પાલી સવાની, રોટલી પાલી સવાની, ખીસડી પાલી સવાની, તલવી પાલી સવાના, હનુમાનદાદાના અડદના વડા ગડીયા સવાના, સોખા પાલી સવાના, અધરણ તે શ્રીમંતના બવળા થાઈ છે. લગ્નના નહી કરવા. વર-કન્યાને મીંઢોળ મઢે સ્થાનકે સુરે છે. હુતાસણીએ દીકરા ગીમ થાઈ ખારકુ સવાશેરની વાડ કરવાની, એરંડીયાનો દેવો બાળવો નહી, દીકરાના કાનના બુટીયા વધ્ધાય નહી. ગળી કપડામાં નખાઈ નહી.
તરસરીયાની પેઢની નામાવલી પ્રથમ
શીહાબાપાના રામના સરમણના વીકાના સોમાના કાનાના જુઠાના હરદાસભાઈ-કાનીબેન-જાદરબેન-રૂડીબેન-વાલા ધણાણીના ભાણેજ અજાઈ માતાના જનમેલ ઘોડો સરલ રૂપના ભાર જજના સાળુ ગામ ભોખરડીમાં હરદાસના વસ્તા-મેપા-નારણ-લખમણ-ધનાભાઈ-રાજાભાઈ-વીરાઈબેન-કાના કાકલોતર ભાણેજ હાસીબાઈ માતાના જલમેલ ગાય ગોરી ભેંસ અભરામી ડેમના બે હાસડી ગામ ભોબરડીમાં હરદાસબાપાના છ દીકરામાંથી વીસ્તાર ચાલ્યો. ગામ તરસરીયા ગામના નામથી તરસરીયા કેવાણા. બોળા કુટુંબ છે. આપની વંશ પેઢી પ્રથમની આપી છે. બાકીનો વીસ્તાર બારોટજીના ચોપડે હોય છે. આપને નામકરણ કરી પરીયા સંભળાવે છે.
તરસરીયા કેશવભાઈ જેઠાભાઈ ગીદરડીનાં દુહા
કૃર્તાઃ બારોટ રૂપસંગભાઈ ગોવિદભાઈ
તરસરીયા બુદ્ધિ તણો ત્રાજવે થાય નહી તોલ
બૉલીસ સાચા બોલ કુદરત દયાતી કેસવા
શિખવાડા શીખે નહી કોયના સાંભળી કેણ
વડીલ ભગના વેણ કહું જીભાને કેસવા.
કાકો ભડ કમાડ પ્રાગજીએ ઉજાળા પરીયા
એથી ડાપણ દરીયા છે જેઠા ઘેરે કેસવો 3
હાકલે પાછોના હટે લુણો ઈ વધ લેણો
એનો ભત્રીજો ભણેલો કાયદા વાકેફ કેસવો 2
ડોહો ભલપે દો ગણો વીરા હર વખાણાચ
ગીદરડી ગામે ગણાય કુળ દીવો કેસવો
પછવીથી ગઢીયાપણા ભગા વીરા ભણાય
દાદા વડવા દીપાવા વધુ પ્રાગ વખણાય....…
તરસરીયા ખોડાભાઈ જાદવભાઈ ગામ દડલી:
કર્તાઃ બારોટ ખીમજીભાઈ ધનજીભાઈ વિસાણી-તલ ગાજરડા.
પાથુ પરે પ્રીતી ધણી દાન માન દાતાર
ખરચે વખાણું ખોડા તારી અમીરી ઉદાર
જસ ફેલાવો જગતમાં ભલપે વખાણે ભુપ
આનંદી પંડ આપનું કહું ખોડા કુળનું રૂપ.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.