Create New Post
closeSelect a photo to share with the community
્રથમ મેવાડા પંડયા બ્રાહ્મણ માંથી. ગોત્ર ગૌમુખી શાખ માધની પરવર ત્રણ વેદ જુજર. કાશીમાં વાટાળ થયો ત્યારે કુંભારમાં ભળ્યા. પરમ પૂજ્ય| ટાપણબાપાથી ટાપણીયા કહેવાણા. પ્રથમ શાખા તો શિહોરા હતા તેમાંથી અટક બદલી છે. કેમ બદલી તે હવે ઈતિહાસમાં આવશે. કુળના દેવ દેવી મઢની યાદી. ગોત્ર દેવી ચામુંડા માતાજીને મંગળા ધવળા વેઢવા પાલી સવાના ખેત્રપાળા નાગદેવને તલવાટ પાલી સવાના જસુમાતા શીકોતરના ચોખા પાલી સવાના સિંધની શીકોતર માંને ચોખા પાલી સવાના ખીચડી પાલી સવાની શિહોરી ખોડિયારમાંને લાપસી પાલી સવાની જસુમાતાના સ્થાન ઘરોઘર કરવાનું. શ્રીફળ અને લાલ જમણીએ બેસાડવાના. નોખા ચોખા જારવાના. નીવેદ નોરતાની નોમના થાય છે. (૨) દશેરના ચોખા કરી જરાય છે. (૩) હોળીના પડવાના ચોખા જરાય છે. (૪) દીકરો આવે ત્યારે અઢીશેરનું કાટલું કરી જ્યુમાતાને જરાય છે. તે કાટલું દીકરાની માતાને ખાવાનું. સૌને પ્રસાદી લેવીશ્રીફળ વધેરવુ માતાજીના મઢમાં બે શ્રીફળ ચડે ને ઉતરે છે. જમણી લાલ વાર સવાની જમણી સફેદ વાર સવાની ચડે ઉતરે છે. લગ્ન તથા સીમંત સમયે બમણા નીવેદ થાય છે.
પ્રથમ મેવાડથી માળવાથી કાશીમાં આવ્યા. કાશીથી ગામ લોલયાણા આવ્યા સંવત ૯૦૨ માં. શિંહાબાપાથી શિહોરા કહેવાણા. શિહોર માતા ખોડીયારને પૂજ્યા. શિહોર પણ' વસ્યા શાહેર પુત્ર ટાપણ બાપાથી વિક્રમ સંવત ૧૧૧૫ માં ટાપણીયા કહેવાણા. મેવાડા પંડયા બ્રાહ્મણ હતા તે વડોલ થી પેઢી ઉતરી સુખદેવના ઉતમ દેવ નાત્રિકમજી ના હરીદેવ ના ભાણજીના મોરાર ના મકન ના। કાંધલ સમજુબેન નરબદ વરીયા ના ભાણેજ લેકુબાઈના જનમેલ કાંધલ દાદા વાટલીયા માં ભળ્યા. કાશીમાં કાધલ ના ભીમાના નારણના નગાજણના। નારપાળના રાણા ના રામના ભરમાના ભાદાના મેઘાના નાથાના નારણના નોઘાના રાણાના લાખાના વેજાના રાજાના સાજણના સાહેરના ટાપણબાપા થયા સાહેરના બીજલ - પરબત - ટાપણ ત્રણ ભાયુ વીરાભાઈ ધોળકીયાના ભાણેજ સુખબાઈ માતાના જનમેલ છે.
ટાપણ બાપાનો ઈતિહાસ
ગામ શિહોરમાં રહે સંવત ૧૧૧૫માં. સાહેર બાપાને સંતાન નહી. સુખબાઈ માતાજીને પ્રાર્થના કરે છે. ધણો સમય સંતાન ન હોવાનો થઈ ગયો છે. કુળ દેવી શિહોરી ખોડિયાર માંની પાસે બન્ને માણસો જાય છે. તપ કરે છે.અન્ન જળનો ત્યાગ કરી ૐ જય શ્રી ખોડિયાર માંની માળા જપે છે. ૨૧ દિવસ થયા શિહોર ખોડિયાર માં પ્રસન્ન થયા માના દર્શન કર્યા ખોડિયાર માંની રતુતિ કરી.
સાયરબાપાએ કરેલ ખોડીયારની સ્તુતી
|Iભજન I|
(રાગઃ માતાજી કહે બીવે મારો માવા)
ગરવી ગળધરાવાળી ખોડલ દાતા જગતમાતા
જોગણી.....( ટેક)
સુખડા રૂડા દેનારી કષ્ટ કલેશ હરનારી
તારા દેવળે કેઈક આવતા જાતા - જગતમાતા.
ખપ્પર ત્રીશુળધારી કામળી મૈયાની કાળી
સંકટ સહુના હરે સન્મુખ થાતા રે- જગતમાતા.
ભકતોને નિભાવ્યા ભોળી દૈત્ય દળી નાખ્યા રોળી
એવી આજન્મા અમર તુંઅન્નદાતારે - જગતમાતા.
ટીલડી શોભે છે ઠમકે નીપુર તાલે
ધમ ધમ ગરબે ઘુમે વિશ્વ વિધાતા રે - જગતમાતા.
દુષ્ટને રોષથી મર્યા ભક્તોને હોંસ થી તાર્યા
નમને કરૂણાના સિંધુ છલકાતા રે - જગતમાતા.
દર્શન દેજે માડી આવી મને દોડી દોડી
‘નાથુ’ નું મન હરખ્યું ગુણલા ગાતારે - જગતમાતા.
સાયરને આપેલ વરદાન
ખોડિયાર માંયે પુત્ર ના આર્શીવાદ આપ્યા. બને માણસો
એ ખુબ રાજી થઈને કહ્યુંમાં હું તમારી સવા કળસીની
એટલે ૨૫ મણ ઘઉંની લાપસી કરીશ. માં મને એવો પુત્ર આપો કુળ તારણ ધરમ ધારણ જ્ઞાતિને ઉજાળે ન સદા તમારી ભક્તિમાં લીન થાય તેવો તેનો બહોળો વિસ્તાર વધે. તેવા પુત્રનું માએ વરદાન આપ્યું. ઘરે આવી ખોડિયાર માંના નામના જાપ જપે છે. રાત દીવસ માતજીની પૂજામાં રહે છે. કામકાજ કસબનું પોતાના જીવન માટે કરે છે. માતાજી સિવાય કોઈ ની આશા મનમાં નથી. બાર માસ પુરા થતા દેવચંદ્ર જેવો તેજસ્વી પુત્રનો જન્મ થયો. વાંજીયા મેણુ માંએ ભાંગ્યું. ખુબજ હરખાણા ઘરમાં જે હતું બ્રાહ્મણ સાધુને દાનમાં આપ્યું. દીકરો ખુબજ ખોટનો હોવાથી ટાપણ નામ રાખ્યું છે. રાત દિન કાન્તી વધતી જાય છે. ટાપણભાઈની પાંય વર્ષની ઉમર થઈ ત્યાં સાહેર બાપાને બીમારી લાગી દેવલોક સિધાવ્યા. સુખમાંએ ઉજેરીને મોટા કરેછે. ૨૦વર્ષની ઉમર થઈ. પ્રચંડ દેહ ૫૬ ઇંચની છાતી હાથ પગ ભરાવદાર બહુજ શકિતવાન બુધ્ધિવાન ધર્મવાન બન્યા. તેમની ખબર પેરમમાં મોખડા જીને મળી શિહોરમાં માં ખોડિયારે। દીધેલો પુરુષ ને માતાજીએ તેજ પૂર્યું છે. તેમને તેડવા મોખડાજીએ રથ લઈ માણસને મોક્લ્યા. માંના આર્શીવાદ લઈને માએ મોખડાજીને સોંપ્યો છે. રાજવિદ્યા લડવૈયાની શીખવાડી તેના સેનાધિપતિ બનાવવામાં આવ્યા. પાંચ વર્ષ વીતતા જ્યન્મ માતા સાંભરી મોખડાજીની રજા લઈને શિહોર આવ્યા. સેનાધિપતિની રક્ષા માટે પોલીસો ખુલ્લી સમશેર શોભે છે. માં દીકરાની મુલાકાત થતા પ્રેમના આસુંઓનો વરસાદ થયો. માતા રોતા બંધ થતા નથી. ટાપણભાઈએ પુછ્યુંમાં હવે તમે કેમ રોવો છો? કોઈ દુઃખના કારણે માં શું કહેવુ છે? માં એ કહ્યું બેટા તારા જન્મ પહેલા તારા પિતાએ આપણા કુળદેવી ખોડિયાર માતાની માનતા કરી છે. તે માનતા થઈ નથી. તારા પિતા દેવલોક થયા માતાજીની માનતા રહી ગઈ છે. પણ બહુજ મોટી છે. ૧૨૫ માણા ઘઉંની લાપસી એટલે સવા કળસીની કરવાની છે. ટાપણભાઈને આનંદ ઉભરાણો. દાતાર દીલ ભરપુર પ્રેમથી ભરાઈ ગયું છે. કુળ બારોટજી વીસળજી નારણબાપાને બોલાવીને તેનો મારગ પૂછ્ય. નાત તેડું કરવું જોઈએ. નાત નારયણ રૂપ છે. નાતેગત પરીયાગત અભ્યાગત ગંગાગત ચારે ગત તારણહાર છે. તારા અવસર ની નામના રહી જાય. અમે પણ પરીયા ચોપડા લઈઆવિશું. ચારે ગતનું કામ થઈ જશે. ચારે ગતનુ ફળ મળશે. આ શુભ વિચાર કુળ બારોટનો જાણીને ૨૨ પરગણુ તેડુ કર્યું. સાત દિવસ નાતને જમાડી સાત દિવસ માં ખોડિયારનો હવન રાખ્યો. નાતને પહેરામણી કરી પુરુષોને પાંચ કપડા પાધડી- બંડી - કફની - સુરવાલ - ખેસ. સ્ત્રીઓ ને સાડલો - ચણીયો - અને કાપડું. બારોટજીના ચોપડે ઈતિહાસ લખાણો.જ્ઞાતિ બંધુ ઓએ પાધડી બાંધી. ટાપણ બાપાનો જ્ય જ્ય પોકાર કર્યો અને નાતે કહ્યું હવે શિહોરામાંથી ટાપણ બાપાનો પરિવાર ટાપણીયા કહેવાશે. ટાપણ બાપાનો પરિવાર હાલ ૩૦૦ઘર જેવડો છે. સર્વ શિર મુકુટમણી ટાપણબાપા કહેવયા. બાપા થી અટક પડી છે ટાપણીયા. બારોટજી ને હેમના હાથના કડા ભાર ૫૦ના સોનાની મુઠે તલવાર પાંચ વસ્ત્રો પહેરામણી. જબાતી નામનો સુંદર સામાન થી શણગારી ઘોડો ગાય ભેંસ આપ્યા છે. સુખબાઈ માતૃશ્રી તરફથી સોનાના અભરામી ૫ સાડીત્રાંબાનો ત્રાસ ત્રાંબાની લોટી ઘધોતિયું દાન આપેલ છે. બારોટ વીસળજી નારણજીને ગામ શિહોરમાં.
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.
Select a photo to share with the community