arrow_backAll Surnames

રૂડકીયા

0 member registered
Updated at : Fri Mar 13 2026 09:39:34 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્ર: વશિષ્ઠવતન: અજ્ઞાતકુળદેવતા/કુળદેવી: અજ્ઞાત

મૂળ અટક પંડ્યા. પંડ્યામાંથી પાંડવ અને પાંડવમાંથી રૂડકિયા થયા.

 

હરજીના વેણુ ના દેવરાજ સવંત ૧૦૦૮ માં દેવરાજ વેણુ ગામ ટીમાણાથી નીકળીને ગામ દલાશા દેશ હાલારમાં ગયા. કોઈ ઓળખે નહી. દેવરાજ બાપાએ હાલારના ૭૫ ગામની નાત તેમજ અહીના ત્રણ પરાગણા તેડાવ્યા. નાઘેર - ભાલ - વાળાંક. સાત. વાનાની સુખડી કરી નાતને જમાડી. નાત સર્વે મળી દેવરાજ ભાઈ એ બહુજ રૂડુ કામ કર્યું. નાતે રૂડકીયા અટક પાડી. ત્યારથી ટીમાણીયા અટક મટીને રૂડકીયા કહેવાણા ટીમાણીયા ધાસાબાપા અને સાંગણ બાપાએ પીરમબેટમાં નાત તેડુ કરી દરેક પરગણા તેડાવીને ભોજન આપ્યું. ૧૦૧ કન્યા પરણાવી કન્યાદાન દીધું. નાતને પેરામણી આપી. ત્યારે દેવરાજ બાપા પરિવારે પીરમબેટ ગયા હતા. ધાસા બાપા આપણે એક બાપાના દીકરા છીએ. અમારો પરિવાર બહુજ નાનો છે. ધાસા બાપાએ કહ્યુ આપણે એકજ બાપા પરિવાર હોવાથી મારામાં ભળી જાવ. હવેથી રૂડકીયા ધાસકટા કહેવાશે.

 


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .