arrow_backAll Surnames

રાવળ

3 members registered
Updated at : Fri Mar 13 2026 09:39:42 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્ર: ભૃગુવતન: રાવળકુળદેવતા/કુળદેવી: અજ્ઞાત

જુનાગઢ પર બાદશાહ નું દળકટક સૈન્ય લઈને લડાઈ કરી જુનાગઢ જીત્યું ત્યાંથી કુંભાર ભાયુ ઉચાળા ભરીને ભાગ્યા. ૨૦૦૦ ગુર્જર જ્ઞાતિના ઘર ૨૦૦૦ વાટલીયાના ઘર ૧૦૦૦ આદવરીયા જ્ઞાતિના મન માને જુદા જુદાપરગણે રહેવા લાગ્યા. કોઈ ઘોઘાબારામાં કોઈ હાલારમાં કોઈ નાધેરમાં કોઈ ભાલમાં કોઈ વાળાંકમાં કોઈ સોરઠમાં ત્રણે જ્ઞાતિનો વિભાગ થયો. કોયલાવીર શિવપુત્ર છે. બાવન વીરમાંથી એક વીર છે. તેનું મુળ સ્થાન અંબાજી મોટા છે. એમ ચોપડે ઈતિહાસમાં લખ્યું છે. ઘણા કાળને હિસાબે ફેરફાર થયો હોય કોઈ મુસલમાન રાજાના સમયમાં.

 

નાગસુરા બાપા રાવળના સર્વપિતા

નાગસુરા બાપા બાઢડાથી ગામ ભસાદરની પટલાઈ મળી જમીન વિઘા ૨૦૦ વાડી વિઘા ૪૦ પટલાઈ મળી પછી નાગસુરા બાપા ત્યા નરબદબાપા પગપાળા ચાલીને ગંગાજી - હરદ્વાર - બદ્રીનાથ - કાશીની યાત્રા કરી ઘેરઆવી નાતનું તેડુ કર્યું સુખડી ચણા ચુરમાનું ત્રણ દિવસ ભોજન આપ્યું. ઘી મણ ૩૦ વાપર્યું ચોપડે લખાવી રૂા. ૨૫૧ પરીયા પેરામણી પાઘડી કોટકફની સુરવાળ ખેશનું દાન કર્યું દુજણી ગાય દોવાનું બોઘરૂ બારોટ નારણજી લક્ષ્મીદાસજી ને ગામ ભસાદર માં સંવત ૧૨૫૦માં કુળદેવી ખોડિયારમાંની સ્થાપના કરી મંદિર બાંધ્યુ ત્યાં તમારા કુળમાં ભસાદરના ખોડિયાર પુજાય છે.ભસાદરથી નાગસુરાબાપા ના દીકરા સામતભાઈ ને ગામ ખરેડની પટલાઈ મળી જમીન વિઘા ૨૦૦ વાડી વીઘા ૨૦ ની ગામની આથમણી દિશા એ ખીજડાનુ ઝાડ ખેતરમાં નિશાન. સંવત ૧૨૯૦ માં ચોપડે લખાવી વેઢ હેમનો ગદીયાણાનો ચાર ગોધો સોપાળ ધાબળો રાળ ૪૦ દાન બારોટને આપ્યું ગામ ખરેડમાં સાત પેઢી રહ્યા. સંવત ૧૬૮૦ માં સાંગાબાપા ગામ ધોબામાં આવ્યા. સાંગાના રાસાનાકાનાભાઈ - પુનાભાઈ - અરજણભાઈ - રાવતભાઈ - જોધાભાઈ પાંચે। ભાયુ મળીને બેનાબાઈ માતૃશ્રીના કારજમાં નાત તેડુ કરી ભોજન કરાવ્યું લાડવા ૮૦ મણ ગાઠીયા ૨૫ મણ વાપરા. ચોપડે લખાવી બારોટને પાંચ વસ્ત્રની પેરામણી ઘોડા જબત મોળીયુ બાજરો મણ ૫૧ ગામ ધોબાના સંવત ૧૯૧૪ માં બારોટ હરીભાઈ કાનજીને. રાસના કાનાના હરદાસ - લખ મણ -જુઠો- માયો- હમીર પાંચ ભાયુ માંથી ત્રીજા દીકરા જુઠાભાઈ સુરધન થયા છે. ગામ બાઢડાથી જાનમાં કોટામુઈ આવતા નાગ કરડો. કોટા મુળ પાળીયો છે. સંવત ૧૯૪૦માં.

ડુંગર રાવળનો ઈતિહાસ

સંવત ૨૦૪૫ ના માધાભાઈ સુરધન થયા છે. તેની દેરી ઉગમણેથી દરિયાદી સાજણવાવ રોડથી ઉતર દિશામાં ખેતર ખાટનું કહેવાય છે. તા. ૫- ૧૨-૧૯૯૪માં તેમના વંશના દેવરાજભાઈ ગોરધનભાઈ બાબુભાઈ રામજીભાઈ ત્રણે મળીને માધાભાઈ ની નવી દેરી બનાવી છે. સંવત ૨૦૫૯ ના કારતક સુદ ૧૩ ને રવિવારે તા. ૧૭-૧૧-૨૦૦૨ માં ચોપડે લખાવી રૂા. ૧૧૧ બારોટ નાથુરાવ મહોબત સંગને આપ્યા ગામ ડુંગરમાં.

રાવળ પરિવાર ડુંગર મઢની યાદી

ગોત્ર દેવી ચામુંડાતે તોતળી માતાજી. વેઢવા મણ એક જમલે આખુ કુટંબ મળીને નીવેદમાં તો સવા પાલીના થાય છે. ચામુંડા માં ને બીજુ નિવેદ છપટા પણ થાય છે. ખેત્રપાળ નાગદેવને ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના શીકોતર નાગર બ્રાહ્મણને કુલેર ગડીયા સવાની કોયલાવીરને ચોખાનું સુંદરણું થાય છે. ચોખા ઘી ગોળ સાથે ભેળવીને હલાવી નાખવું તેને સુંદરણું કહેવાય છે. ગામ ભસાદરના ખોડિયારમાં ને લાપસી પાલી સવાની થાય છે. નીવેદ નોરતાની નોમના થાય છે. બે શ્રીફળ મઢમાં ચડે ને ઉતરે છે. જમણી ચાર લાલ મધરાસી વાર સવાની હીરાગળની જમણી વાર સવાની બાસ્તાની જમણી વાર સવાની જમણી ચાંદલા-ની વાર સવાની. કુળ દેવીને દેવીની કૃપાથી સંવત ૨૦૫૯ ના કારતક સુદ ૧૩ને રવિવાર તા. ૧૭-૧૧-૨૦૦૨ના સર્વ રાવળ કુટુંબ મળીને કુળ દેવીનો મઢ કર્યો. મઢની અંદર રૂપાના ફળા બનાવી મુક્યા છે. ખેત્રપાળ નાગદેવનું રૂપાનું ૨૦૦ ગ્રામનું બીજુ ફળુ ચામુંડા તોતળીમાંનું ૨૦૦ ગ્રામનું ત્રીજુ ખોડિયારમાંનું ફળુ રૂપાનું ૨૦૦ ગ્રામનું માતાજીના મઢના બારણાનું તોરણ રૂપાનું અઢીસો ગ્રામનું છે. કુલ સાળા આઠસો ગ્રામ રૂપાના દાતા રાવળ રમેશભાઈ નાનજીભાઈ ડુંગર હાલ ચીખલી વસે છે. માતાજીના હવન કુંડમાં વિધી નિમિતે રાવળ મથુરભાઈ વેલજીભાઈ કુટુંબ મળી લાભ આપેલ છે. વાટલીયા જ્ઞાતિની વાડી માં ત્રણ દિવસનું રસોડુ સર્વ કુટુંબ મળીને કરેલ છે. રસોડાની પાકી રસોઈ બનાવી મીઠા ભોજન પકાવી રાવળ કાનજીભાઈ ગોપાળ-ભાઈ ધારેશ્વર હાલ સુરત ગામ મનીષા રહે છે. કુટુંબ સમાજનો સેવાનો લાભ લીધો છે. માતાજી ના હવન પ્રતિષ્ઠાની કંકોત્રી રાવળ સવજીભાઈ હીરજીભાઈ તથા અશોકભાઈ હીરજીભાઈ સેવાનો લાભ લીધ્રો છે. હાડીડા હાલ સુરતમાં જે. કે. નગરમાં રહે છે. માતાજીનો મઢ બનાવી આપ્યો રાવળ ઠાકરશીભાઈ ભગવાનભાઈએ ગામ ધારેશ્વર હાલ સુરતમાં રહે છે. માતાજીના મઢમાં શક્તિ તલવાર ભેટ આપી. રાવળ રમેશભાઈ છગનભાઈ તથા મહેશભાઈ મનજીભાઈ મળી રૂા. ૪૫૧ થયેલ છે. પ્રતિષ્ઠા હવનના આચાર્ય ગોર જસુભાઈ ગામ હાડીડાવાળાના શ્રી મુખે કુળદેવના ભુવા રાવળ વેલજીભાઈ ભગવાનભાઈ છે. પઢીયાર રાવળ છગનભાઈ અરજણભાઈ છે. માતાજીના રૂપાના ફળા બનાવનાર સોની મામીયાભાઈ મગનભાઈ ગામ કીંકરીયા વાળા છે. પ્રતિષ્ઠાને હવનનો ખર્ચ કુટુંબ મળીને રૂા. ૨૮૫૦૦ - રૂપિયા કર્યો છે. સર્વ દાતા કુટુંબે દાન આપેલ છે. તે નામની યાદી ચોપડામાં છે. મઢ અને પ્રતિષ્ઠા કાર્યો સર્વેકુટુંબ મળીને કુળના ઈતિહાસમા " ચોપડે લખાવી રૂા. ૧૧૧૧ ધોતીયુ સાડી તે વખતે હાજર કુટુંબ રાવળની ડાયરાની યાદી પ્રમુખ જીવનભાઈ હરીભાઈ રૂા. ૨૫૧ ભાઈ જીવરાજ કુરજી ના રૂા. ૧૫૧| ધીરુભાઈ દેવસીભાઈ રૂા. ૧૫૧ કાનજીભાઈ શામજીભાઈ રૂા. ૧૦૧ મેઘજીભાઈ શામજીભાઈ રૂા. ૫૧ રમેશભાઈ નાનજીભાઈ રૂા. ૫૦૧ માસ્તર ગોપાળ વસ્તા રૂા. ૧૦૧ ભીખાભાઈ માવજીભાઈ રૂા. ૧૫૧ મગનભાઈ નાનજીભાઈ રૂા. ૫૧। ભાવેશભાઈ હરીભાઈ ભાગશી રૂા. ૫૧ મથુરભાઈકાનજીભાઈ રૂા. ૫૧ પ્રદીપભાઈ જીવરાજભાઈ રૂા. ૫૧ ધીરૂભાઈ વીરાભાઈ સરેરા રૂા. ૫૧ ચેતનભાઈ ગોવિદભાઈ રૂા. ૫૧ દેવરાજભાઈ ગોરધનભાઈ રૂા. ૫૧ સવજીભાઈ હીરજીભાઈ હાડીઠા રૂા. ૫૧ ધરમશીભાઈ હરીભાઈ રૂા. ૫૧ રામજીભાઈ દાનાભાઈ ધારેશ્વર રૂા. ૫૧ જીવનભાઈ દાનાભાઈ રૂા. ૫૧ મગનભાઈ ગોપાળભાઈ રૂા. ૫૧ કનુભાઈ વસ્તાભાઈ જાફરાબાદ રૂા. ૫૧ જગદીશભાઈ ભગવાનભાઈ રૂા. ૫૧ વલ્લભભાઈ અમરાભાઈ રૂા. ૫૧ ચીમનભાઈ ભગવાનભાઈ રૂા. ૫૧ છગન અરજણ ભુવા પઢિયારરૂા. ૫૧ બાજરો માણા ૫ પ્રણવભાઈ જાદવભાઈ રૂા. ૫૧ રણછોડભાઈ| જાદવભાઈ રૂા. ૫૧ ગોવિંદભાઈ ભગવાનભાઈ સુરત રૂા. ૫૧ પ્રાગજીભાઈ નારણભાઈ ખાંભા રૂા. ૫૧ નરેશભાઈ ઠાકરશીભાઈ રૂા. ૫૧ દેવજીભાઈ અરજણભાઈ બાજરો મણ ૫ જીવનભાઈ લવજીભાઈ રાવળ બીલીમોરા રૂા. ૫૧ કુલ રૂ।. ૩૯૪૩ થાય છે. બારોટને ગામ ડુંગરમાં ગુજરાત રાજ્યમાં વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના વખતમાં બારોટ નાથુરાવ મહોબતસંગ તથા બારોટ અમેરશભાઈ નાથુરાવ બારોટને. બારોટ નાથુરાવના ચોપડે કુલ રાવળ ઘરની મુખ્ય યાદી આવી ગઈ છે. તેથી નામ અને દાનની યાદી આપી છે.

 

રાવળ વીરાભાઈ ગામ તાતણીયાના દુહા

વિઢળવેલ ધેનુ ટોળા મોવડી તે દાન રાવળ દેવાય
કંજુસ મુખ કેમ કહેવાય વંશાવળી બાંધી વીરીયે.
દીધી ગાય દેવદાસ તણા તાતણીયે રાવળ તોય
કિર્તી જગમાં કોઈ વખાણાયે દેવસીના વીરયા
પોતાની પરીયાતણી રાવળ તુ સત રાખે
દાન ભભકથી દાખે વેદુને આપવા વરીયા
આવ્યાને આદર દીયે રીત રાવળ રાણ
વખાણીયે એના વખાણ વીરમાનવ તું વીરીયા
રાવળ રાસાભાઈ તથા મેસુર રાવળના દુહા


હેતે આપી હમીરતણા દીધી ભગર દાન
વડીલોના સુણી વખાણ મહાગણને આપી મહેસુરીયા|
રીજે ગવાય રાસડા તોલ મોટે તડતણા
દાન આપી દુવાય તણા વાચે પરીયે વખાણ
દીધા રાજેશ્વરી દોવય તણા ચારે બંધવની જોડ
તે કવિના પુરે કોડ રીત રાવળ રાસડા.
રાવળ દેવસીભાઈના દુહા - સરેરામાં

જોડ કામધેનુની આપી દુવાગર રેવત દાન
મહાગણને મહેમાન દીલથી રાખે દેવસી
દેવસીએ આપ્યા દાન કરગરા વગર કેકાણ
પરસન થઈ પરીયાના વખાણ આપ્યા બોલ અરજણ
દાન ભલમણ દાખતા કુળવંત આપે કુંભાર
અરજણ ગાતો અસાર દીલવંત દેવસી રાઉત
અરજણ વીત આપ્યા રાવળ કુળનું રૂપ
ભલપણે વખાણ ભુપ દીને દેવસી રાઉત
આ દુહાના કર્તા બારોટ વાલજી પ્રેમજી સરેરા છે.
દેવશીના ગોવિંદના વીરાભાઈ ના નારણ - ધીરુ પાંચ|
પુત્ર છે. હાલ સુરતમાં રમણ નગરમાં રહે છે. જુનું ગામ સરેરા.

 


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .