પીપલીયા
2 members registeredUpdated at : Fri Mar 13 2026 09:41:54 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ આદવરીયામાંથી પીપલીયા કહેવાણા. ગોત્ર વૃષભઋષિ છે. ગોત્ર દેવી ચામુંડા ખેત્રપાળ નાગદેવ સ્થાપાના. ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ખોડિયાર માં ગામ પીપરલાના લાપસી પાલી સવાની શૂરાપૂરા મઢના સુરધન ખેતાબાપા ગામ પીપરલાના તેના નીવેદ ચોખા પાલી સવાના શીકોતર લક્ષ્મીબાઈ માતાજી ચામુંડા માંને સપટા પુરીયું ઘીમાં તળીને કરવાની પાલી સવાની કુલેર ગડીયા સવાની જમણીયુ ત્રણ લાલ વાર સવાની રાતી જમણી વાર સવાની સફેદ બાસ્તાની વાર સવાની. નીવેદ નોરતાની નોમના થાય છે.
લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. નીવેદ દર વર્ષે વરસોંદીયા નોમના થાય છે. મેવાડથી કાશીથી વળા (વિમળનગર )શિહોર થી પ્રથમ પેઢી સાયાના ભોજાના દાસાના વાસાના વરવા ના દાનાના સોમાભાઈ - વાલાભાઈ પુનાબેન દુદા સરવૈયાના ભાણેજ ફુલબાઈ માતાના જનમેલ. અભરામી સાળુ પાધડી ગાય દુજણી ગામ વળામાં કાશીથી ભાલમાં સોમાભઈ તથા વાલાભાઈ આવ્યા. વળા આવ્યા. સોમાના વેલાભાઈ તથા સાયાભાઈ પાનબેન વેલા ધંધુકીયાના। ભાણેજ. તેઓ શિહોરમાં આવી વસ્યા. વેલાબાપા સુરધન થયા છે. સોમાભાઈના બીજા દીકરા સાયાભાઈ ના સેલાભાઈ તથા ગેલાભાઈ જોધાબેન ડુંગર કટકીયાના ભાણેજ કાનબાઈ માતાના જનમેલ. ગાય દુજણી ગામ શિહોરમાં વસીને. ગેલના વાલાભાઈ તથા નગાભાઈ તથા કેસરબેન - સોમબાઈબેન વેલા સરવૈયાના ભાણેજ પુનાબાઈ માતાના જનમેલ. હાંસડી રૂપાની ભાર ૧૦ ની પાઘડી ઘોતિયું સાડલો થાળી કાપડું ગામ પીપરલામાં સંવત ૧૭૫૦.
વાલાભાઈ અને નગાભાઈ પીપલીયા આવ્યા. માતાજી ખોડિયારની સ્થાપના કરી ત્યારથી પીપરલાના ખોડિયાર માતાજી કહેવાય છે. નગાના સુણાના માલાના બાવનના વસરામ - ખેતાબાપા - સંગ્રામ - ત્રણ ભાયુ - પાનબેન - કેસર બેન બે બેનુ વાસા વરીયાના ભાણેજકુંવરબાઈ માતાના જનમેલ. ગામ પીપલામાં. નગાજીની ત્રીજી પેઢી એ ખેતાબાપા સુરધન થયા છે ગામ પીપલામાં પીપરલા ધણી પેઢી રહ્યા ત્યાંથી સમાજ પીપલીયાનો જુદા જુદા પરગણામાં ગામડે રહેવા લાગ્યા. ઉપર મુજબ પ્રથમ આદવરીયામાંથી ઉત્પત્તિ પીપલા ગામ થી પીપલીયા કહેવાણા. કુળ દેવ દેવી ખેતાબાપા સુરધનની યાદી આપી છે. આથી વધુ ઈતિહાસ બારોટજીના ચોપડે હોય છે. પિતા - પુત્ર - પુત્રી - મોસાળ-ગામની યાદી પરીયા ચોપડેથી મળશે. દેવદાસેના ગોવિંદ - ભાણા- ભોજો -રામ - કરશનદુદાભાઈ - છ ભાયુ- કુવર રાજુ- અમર ત્રણ બેનુ દેવદાસ રાવળના ભાણેજ - રૂડીબાઈ માતાના જનમેલ મોળીયુ અભરામી - બોરીનો ચોફાળ - ધોતિયું - ધાબળો બારોટજીને દાન આપ્યું. ત્રીજા દીકરા ભોજા દેવદાસ સુરઘન થયા છે| ગામ કુઢડામાં પાળિયો છે. સાદુળના વેલા - વસ્તા - દેવદાસ - લવજી લાખો - પાંચ ભાયુ મીણાબેન- રયાબેન- લાખીબેન - વાલીબેન ચાર બેનુ કરશન ઘાસકટાના ભાણેજ રાણી બેનના જનમેલ. વેલાભાઈ સાદુળભાઈ સુરધન થયા છે. ગામ સરેરામાં પાળિયો છે. વરેમ કાઠીના વખતમાં નોંધ થઈ છે. સંવત ૧૯૫૦માં બારોટવિસળજી નારણજીના ચોપડેથી.
॥ પીપલીયાના દુહા ॥।
સતવાદી સુરા સતણ નહીજ ભાખે ના।
પોરસ પીપલીયા જગ મંડેલ ફોરૂ મુળવા.
અવરા કોઈ આપે નહી સામટા સોળ કડા
કવિને હેમના કડા મોજ થી આપે મુળીયો.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.