પાંડવ
3 members registeredUpdated at : Fri Mar 13 2026 13:38:08 GMT+0000 (Coordinated Universal Time)
પિતા રામથી રામણી પાંડવ કહેવાયા. પાંડવ રામાણી નરસંગ બાપા ગોકુળમથુરા યાત્રામાં જઈ ત્યાં ગુરૂ ધારણ કરી કંઠી બંધાવી શ્રી રાધા કૃષ્ણની પુજા લાવ્યા ત્યારથી મુવા પછી ઔસવ થાય છે. રામાણી પાંડવમાં થાય છે. આ વડીલ નરસંગ બાપાએ વૈષ્ણવ ધર્મ અપનાવ્યો છે. આ હકિકત ચોપડામાં છે. સવંત ૧૮૯૪ના અરજણ કુરજી બારોટે લખેલા જુના ચોપડામાંથી વાટલિયા પાંડવ અટકના મઢની યાદી પાંડવના કુળદેવ દેવી અને નીવેદ લખ્યા છે.
ગૌત્રદેવી ચામુંડા ચોટીલાના... વેઢવા, મંગળા, ધુવળા ઘઉ અને મગ નાખીને કરવા પાલી સવાના, ખેતરપાળ નાગદેવ ગામ ટીમાણાના... ખીચડી પાલી સવાની, તલવટ પાલી સવાના. ખોડિયારમાં ગામ ટીમાણાના... લાપસી પાલી સવાની. ખોડિવાવ ગામથી ઉગમણે મેર સ્થાનક વાવમાં છે. શીકોતર બ્રહ્મમણી ખીમબાઈને... તેની કુલેર ગડીયા સવાની, તેની જમણી બાસ્તાની સફેદ હાથ સવાની ચડે છે. સતીઝાંજીબાઇને... પુરીયુ પાલી સવાની થાય. નોંધાબાપાની પત્નિ છે. સોંડાગર ટીંડાભાઇની દીકરી છે. સવંત ૧૫૯૯માં થાય છે. ગામ મોલડીમાં. સુરધન હામાબાપા-ખેતાબાપાને ચોખા પાલી સવાના સવંત ૧૬૨૫માં રણજંગ થયો મરાણા તે સુરાપુરા ગામ મોલડીમાં છે. નીવેદની વિગત ૧ નીવેદ નોરતાની નોમના થાય છે. જમણી-મધરાસીલાલ, જમણી બાસ્તાની સફેદ અને હીરાગળની જમણી સવાવાર ચડે ઉતરે છે. લગ્ન તથા સીમંત સમયે મઢમાંથી જમણી બેનાળિયેર બે જુના ઉતરે નવા ચડાવવાના મઢે સુરાપુરાને શ્રીફળ વધેરાય છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.