Create New Post
closeSelect a photo to share with the community
ગોત્રદેવી ચામુંડા માં ચોટીલા ડુંગરના વેઢવા મંગળા ધવળા પાલી સવાના નાગદેવ ખેત્રપાળદાદાને ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ગામ ચોરીનો ગંગાજળીયો કહેવાય છે. બુટ માં ભવાની ગામ નારીના ખીર પાલી સવાની રોટલી પાલી સવાની થાઇ છે. ખોડીયાર માં ગામ ગળધરાના છે. તેની લાપસી પાલી સવાની પ્રથમ સુરધન કીકાબાપા ગામ ઘોઘાના કનડીયે તળાવની પાળે ઘોઘાના પાદરમાં પાળીયો છે. તેના સોખા પાલી સવાના બીજા સુરધના નાથાભાઇ નાનાભાઇ ધાય પંડયા તેના ભાણેજ માર્યા તે પણ ઘોઘામાં છે. ત્રીજા સુરધન કીકાબાપા ગામ ગધેસર-કાજાવદની પાખીમાં પુજાય છે. તેના સોખાપાલી સવાના.
મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે. જમણી લાલ મધરાસી વાર સવાની સફેદ| જમણી વાર સવાની લગ્ન તથા શ્રીમંત સમયે નીવેદ બમણા થાઈ છે. વરસોદીયા સવાપાલીના થાઈ છે. હોલીની દીકરની ગીમ થાય છે. ઘવની પુરી સવાસો ચણા લોટના ફાફડા સવાસો ખજુરની વાડ થાઈ છે. પુરી તથા ફાફડા કળોઇને પ્રસાદીમાં દેવા ઘોડીયે રંગ સેતો નથીં ગોર બ્રહ્મણ મેવાડા ગામ કાશીમાં આદવરીયા નરબદ ઘેર વટાળ થયો. કૈલ્યાણબાપા વટાળમાં ભળા વાટલીયા કહેવાણા તેના પુત્રી કેસવભાઇ તથા માવજીભાઇ ઉ ન પાછે નારી ગામના તોરણ બાંધ્યા નારીગરા કેવાણા મોર તો સાખ દેશ પરાગણાની હતી. દેશ પાટણવારા ગામ પીરાણ પાટણે આવ્યા રાજા સિધ્ધરાજની વારમાં પછી ગુજરાતમાં થી પંસાવમાં થી ઘોઘાબારામાં ગામ વડવે થી પાખીયું નોખી પડીયું ઘોઘાપાખી - કોળીયાકપાખી - નાગધણીબાપાની - હાથપનીપાખી લાઠીના પાખી નેસડી ચીમરણ પાખી ઉડવીની પાખી ભોજપરા પાખી - નેસડાપાખી - અવાણીયા પાખી - ભુભલી ભાવનગર-નારીગરા પરીવારની અઢાર પાખી થઇ છે. કુળદેવ મઢ સર્વનો એકજ છે. પણ નેસડીપાખીમાં રખેવાળ ભીમડીયો પુજાય છે. વીશી કરડો હોય હડકાયું કુતરૂ હોય તેના સમરણથી દુઃખ મુક્ત થાય છે. વાળકની પાખી નારીગરામાં મામો પુજાય છે. આ બે દેવ જુદા પડે છે. પાખીવાળાને પુજવાના રહે સર્વ નારીગરાને પુજાતા નથી.
નારીગરા કુટુંબ વડીલના મોર મેવાડા બ્રહ્મણની પેઢીથી સાઠ પેઢી આપી છે. વસભરના વાસુદેવના નાગજીના શામજીના નારણજીના દેવશંકર માવજીના હરીશંકરના લક્ષ્મીરામના દેવજીના મોનાના રામજી હીરાના વાલાના હરખના ડાયાના લખાના પ્રીતાંબરના મેઘાના રૂપાના વીઠલના કાનજીના ગોપાલના માવાના ભગવાનન નથુના કૈલ્યાણ બાપા કાશીમાં વટાવમાં ભલા છે. કૈલ્યાણના કેસવભાઇ અને માવજીભાઇ - રતનબેન-લાલુબેન-આદવરીયા વેણુના ભાણેજ માતા કનકાયબાઇ દાનમાં બારોટજીને ઘોડે કુમેત સપલાણાનો પીળા વસ્ત્રની પેરામણી રૂપાના સરલ બે વીટી હેમની ચાંદી બારોટ કરણાજી પોલાજીને ગામ નારીમાં પાછ પેઢી રયા ત્યાંથી પીરણ પાટણવા માડા બાપા આવ્યા સેજાપુર ગોહીલ સેજગજી વખતમાં સમારડીથી છાછાજીબાપા ગામ ઉડવીની પટબાઇ મળી સવંત ૧૫૩૪માં ચોપડે લખાવી બારોટ વીરાવજી નારણજીને ગામ ઉંડાવીમાંથી વડવાથી ઘોઘા આવ્યા સવંત ૧૭૨૦માં નાગધણીબા આવ્યા સવંત ૧૯૦૪ થી સવંત ૧૯૨૨ શુધ્ધી રચ છાછાજી વંશ રયો. કલ્યાણના કસવના હીરાના જગમાલના ભવાનના પરાગ ડુંગરના લખધીર પાછ પેઢી રયા લખધીરના માડાના હેભાના પોમાના ઠાકરશીના નગાના ગોપાના વાછા છાછલના જોયાના આલાના વના રાજાના લાલાના સારીંગના પબાના રાજાના વસ્તાના વીરાના। પરાંગત રવા રાણાના રાજાના પરમાના રાણાના હીરા કાના નથુ કાળા દૂધબેના ચારતીયુ વનાથી બેનાની ભાનુ વસ્તા વાવડીયાના ભાણેજ જસોદાબાઇના જનમેલ માતા.
પરાગ ના રાજાના ભગવાનભાઈ - નારણભાઈ - દાનાભાઈ -
ભોજાભાઈ ભગવાના તેજાના ડાયાભાઈ - ગોવિંદ - નરશીભાઈ।
નરશીના બાલાભાઈ - બાબુભાઈ
તેજાના ગોવિંદના રવજીભાઈ - રામજીભાઈ - વાજીલભાઈ - કાંતીભાઈ।
રવજીના રમેશભાઈ - વીનુભાઈ - લાલુભાઈ
રમેશના - નીતીન - યોગેશ - પરેશ।
વીનુના - રાકેશ - કેતન
લલુના - નીરૂભાઈ
ઉપરની પેઢી એક એક લીધી છે.
ભાયુ-બેનુ-મોસાળ-માતાનું નામ વગેરે પુરી માહીતી બારોટના ચોપડામાં હોય છે એક પીતાથી સર્વ નારીગરા કુટુંબનો આંબો હોય છે. મારા વડીલ અદા પુચણી બારોટ જુના ચોપડેથી નવા ચોપડે લખી છે. સવંત ૧૮૯૯ના ભાદરવા। વદ-૧૦ મંગળવારે આજે ૧૬૪ વર્ષ થાઇ છે.
નારીગરા રવજીભાઈ ગોવિંદભાઈ નેસડા
રાગ ઉપરનો કૃપા કર કાનજીકાળા
કૃષ્ણની મેર તો આવી
દ્વારકા દેવળે ધજા ચડાવી - ટેક
રાધાકૃષ્ણનું નામ જપતા મન ઉમંગ ભાવી
રવજી દાતાર વીર આતમો સનાતન ધર્મ બજાવી - કૃષ્ણ
સવંત બે હજાર બાસઠ ચૌવદને શનિવાર
પવિત્ર શ્રાવણ શુભ સુદ નારીગરે કરો જયકાર - કૃષ્ણ
દ્વારકાની સીરાસી કીધી દ્વિપ જમાડા પાસ હજાર
વંદન કરી રવજી નમે આશીશ લેઈ છે અપાર - કૃષ્ણ
નારીગરા કુળનો ગૌર્વ પીતા ગોવિંદને ઉજાળી
કાકા નરશીને રૂદે રાખી વડીલના બોલને પાળી - કૃષ્ણ
રામ પરાયણ આંગણે કીધી ઉલાસ ભર્યો ઉમંગ
નેસડાને રામમૈય બનાવું તેથી રવજી દેવશું રંગ- કૃષ્ણ
ભ્રાત બાલાને સઘળું કુટુંબ એક રંગ પુત્ર પરીવાર સરખો ભાવ રૂદો રાખી સેવા કરતા ભજે મોરાર - કૃષ્ણ
સવંત બે હજાર તેસઠ શ્રાવણ વદ પાસમ શનીવાર
દીન-રાતની ત્રણ ધજા ચડાવી કરી કૃષ્ણનો જયકાર-કૃષ્ણ
ફરી દ્વારકાની ચોરાસી કીધી જમાડા વીપ્ર પાંચ હજાર
આવા કામ હરી કરાવે કુળના તારણહાર - કૃષ્ણ
સુપાત્ર સંપતી હરી આપી વાપરે કરી પોળા હાથ
હજાર ઘણું કૃષ્ણ આપે કૃપા કરે દીનો નાથ - કૃષ્ણ
મેર ભક્ત શામજીપીરની જીવરાજ બાપુનો ખમકાર|
નાથુરાવને રવજીના રૂદે ચીતમાં જપે સતાધાર - કૃષ્ણ
પેલી ધજા સવંત ૨૦૬૧ના શ્રાવણ સુદ-૧૪ને શનિવારે રવજીભાઇએ ચડાવી બીજી વખતે સવંત ૨૦૬૩ના શ્રાવણ વદ-૫ને શનિવાર તા. ૧-૯- ૨૦૦૭ના રોજ ચોવીસ કલાક દીન-રાત ત્રણ વખત ધજા ચડાવી કૃષ્ણ પ્રભુનો આશીર્વાદ લીધો છે.
સવંત ૨૦૫૩ના શ્રાવણ માસે નારીગરા રવજીભાઇ ગોવિંદભાઈ તથા બાલાભાઇ નરશીભાઇ રામ પારાયણ ગામ નેસડીમાં કરી સર્વ પરે સરળ ભાવને મોજના હીલોળા છુટે મારૂ મનરાજી થતા આ દુહા બનાવ્યા છે.
સાહીતા ભક્ત શામજીની ગીગવ કૃપા ગુણવંત
સતાધાર પીરની રામ કથા કરી રવજી
પીતા ગોવિંદ પવિત્ર કાકા નરશી દતાર।
નારીગરા નરસિંહ વીત વાપરે અપાર
સાહીતા માને શામની ઉરે નહી અહંકાર
આવ્યાને ભોજન આપે સદા પોસાક સણધાર
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.
Select a photo to share with the community