માળવી
0 member registeredUpdated at : Fri Mar 13 2026 09:39:55 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ ગુર્જર કુંભાર વાળા તે માળવી ગામ ચભાડીયામાં ગોત્ર દેવી ચોડ તે ચોટીલા ના ચામુંડા. વેઢવા મંગળા ધવળા પાલી સવાના ખેત્રપાળ નાગદેવ બાલવી કહેવાય છે. તેના નીવેદ ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ખોડિયાર માતાજી ગામ ગળધરાના લાપસી પાલી સવાની શીકોતર માંને ચોખા પાલી સવાના મહાવીર હનુમાનજી પુજાય છે. તેને ચુરમુ ઘઉના લોટનું પાલી સવાનું મામા પુજાય છે. અડદના અઢીગડીયા-ના વડા અઢીગડીયાના સુરધન રાયકોને લાડવાને પુરીયુ ઘઉંની જરાઈ છે. જમણી લાલ મધરાસી વાર સવાની જમણી હીરાગળ પીળાની વાર સવાની જમણી સફેદ બાસ્તાની વાર સવાની દીકરો આવે ત્યારે માતાજી ના મઢે ચંદરવો હાથ આઠનો તેને લાલ મધરાસી ની કોર ચડાવી તે ચડે છે. નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. બ્રહ્માણી માંને કુલેર સવા ગડીયાની થાય છે. કુળધર્મ કુળ દેવ દેવી ની મઢની યાદી કહેવાણી.
વિક્રમ સંવત ૮૫૧ માં કાશી માં વટાળ થયો તે ગુર્જર કુંભાર વાટલીયા માં ભળ્યા ત્યારથી વાટલીયા કહેવાણા તે રજપુત વાળા છે. આદ સ્થાન અયોધ્યા થી મારવાડ મેવાડ થી ગામ વળા આવ્યા ત્યારે ગામથી અટક શાખા વાળા કહેવાણા. પછી નાઘેર પીરા પાટણ સિધ્ધરાજ સોલંકીના વારમાં સંવત ૧૧૫૨ માં સંવત ૧૧૭૪ માં કાળના સમયે માળવા રહ્યા પેઢી સાત સુધી. ત્યારથી માળવી અટક કહેવાણી. પછી ચાંપાનેર પાવાગઢ તળેટીમાં આવ્યા ગુજરાતમાં આવ્યા પંચાળમાં આવ્યા સોરઠ દેશમાં આવ્યા ગામ ચભાડીયા આવ્યા. ત્યાંથી ત્રણ પાંખી જુદી પડી એક પાંખી નાઘેર માં બીજી પાંખી સોરઠમાં ત્રીજીપાંખી પ્રભાસ પાટણ કાઠીયાવાડમાં.
રાજસીના હીગોળ ના રણધીર ના વીરમતધીરા ના જગમાલના હરીના મંગળભાઈ ધનાઈબેન કનકાયબેન નારણ આદવરીયા ના ભાણેજ ભરમીબાઈના જનમેલ. મંગળભાઈ વટાળમાં ભળ્યા વાટલીયા માળવી કહેવાણા. સરલ બે ઘોડા ધોતીયું ગામ ચાંપાનેરમાં બારોટને આપ્યા.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.