કાતરીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 12:57:05 GMT+0000 (Coordinated Universal Time)
આદ્યસ્થાન જોધપુર, જોધપુરથી ભીનમાળ, પ્રથમ મેવાડા બ્રાહ્મણ પછી મહારાષ્ટ્ર ખંડમાં આવ્યા. ગોડ મધ્યે પછી દેશ મેવાડ મધ્યે આવ્યા. મેવાડા બ્રાહ્મણ કેવાણા, ત્યાંથી પૂર્વમાં કાશી આવ્યા. સવંત ૮૫૧માં બ્રાહ્મણનો વટાળ થયો તેથી વાટલીયા કહેવાણા. કાશીથી વૃજમાં આવ્યા ગોકુળ મથુરા રહ્યાં ત્યાંથી દેશ મારવાડ આવ્યા. મારવાડથી ગામ જોધપુર આવ્યા. ગામ જોધપુરથી આબુ આવ્યા. આબુથી માળવા દેશમાં આવ્યા. ઉજેન પરંગણે સાકરીયુનગર દેશમાં આવ્યા. ત્યાંથી ગુજરાત આવ્યા. ત્યાંથી પીરપાટણ, ચાપાનેર, ચાપાનેરથી મધુ નદીના કાંઠે ગામ ધોળકા આવ્યા. ત્યાંથી પાંચાળમાં ચોટીલાથી ભાલમાં ગામાં વમળપુર તે વળા આવ્યા. ત્યાંથી જુનાગઢ બગસરા આવ્યા-ત્યારથી અટક બગસરીયા કહેવાણા ત્યાંથી ગામ કાતર કોટડી આવ્યા બગસરીયા શાખ બદલીને કાતરીયા શાખા કહેવાણી... ત્યાંથી કાતરીયા કુટુંબની પાંખીઓ જુદી પડી.
એક પાંખી પાટણ ગઈ. બીજી ગુજરાતમાં ગઈ ત્રીજી સોરઠમાં ગઇ ચોથી નાઘેરમાં ગઈ. પાંચમી ઘેડ પોરબંદર ગઈ. છઠ્ઠી પાંખી ગોહીલવાડ ગઇ. ત્યાંથી ાતરવડ આવી. ત્યાંથી ગામ લીખાળા આવી વાળાંક પરગણમાં નાગધણીંબા, સાંઢ ખાખરા, બોરડી, ગાધેસર, ઉંચડી, ચાપજ, દાઠા આવીને વસી. રબાસી ભાડકાના વખતમાં છત્રીસ પેઢી બ્રાહ્મણ રહ્યાં. છત્રીશમી પેઢીએ રત્નાભાઇ વીરાભાઇ કાશી આવીને વટાળ કર્યો અને કુંભારમાં ભળ્યા. ત્યાંથી વાટલીયા કુંભાર કહેવાણા. ચોપડેથી વડીલ રત્નાભાઇ વીરાભાઈ સર્વે કાતરીયાના વડીલ પિતાથી વંશ ચાલ્યો. બારોટજીના ચોપડેથી આ ઈતિહાસ રત્નાભાઈ સુધીલીધો છે. દરેક પાંખી લઇએ તો પરીયા પુરાણનો ચોપડો થઇ જાય એટલે મુખ્ય પિતાશ્રી કાતરીયાનો ઇતિહાસ આપુ છું.
ગામ-માનપુર, ડુમરાળીયા કાળુભાઇ જસમતભાઈ
॥ વીર રાસા।
ડંકો રે દીધો, કાળુ તે માનપુરમાં,
કર્યા ભાગવત કથાના કામ રે,
ડુમરાળીયા કુળનો દીવો... ડંકો રે દીધો
પિતા જસમતને માતા દીવાળીબાઇ
ઉજાળ્યા તે તો મા બાપકેરા નામ રે... ડુમરાળીયા કુળનો દીવો
કાકા ગોરધનને કાકા રવજી
એના હૈયડે હેત ન માય રે... ડુમરાળીયા કુળનો દીવો
કુટુંબ બધુ છે તારા સાથમાં
કર્યા તેને તન મન ધનથી કામ રે... ડુમરાળીયા કુળનો દીવો
ભ્રાત ભુપતને ભ્રાત હિંમતલાલ
કાળુભાઇને ઉજાળ્યા રતીલાલ રે... ડુમરાળીયા કુળનો દીવો
સવંત ૨૦૫૧ની સાલમાં
ગ્યાન યજ્ઞ માંડયો અષાઢ વદ ૮ને ગુરૂવારરે... ડુમરાળીયા કુળનો દીવો
સવંત ૨૦૫૧ની સાલમાં પુર્ણાહુતિ અષાઢ સુદ પુનમને ગુરૂવાર રે...ડુમરાળીયા કુળનો દીવોમામા પરસોત્તમ અને મામા હરળજી।
એના દીલમાં હરખ અપરંમપાર રે... ડુમરાળીયા કુળનો દીવો
શાસ્ત્રી નટવર ગાદીએ બીરાજતા।
ભાગવત કથાના ભૂષણ જ્ઞાની ભંડાર રે... ડુમરાળીયા કુળનો દીવો
પિતા ભદભદ્ર પરિવારનો ઉજાળીયો
નાથુ કહે ભેરે રહે કૃષ્ણને ઘેલ માત રે...ડુમરાળીયા કુળનો દીવો
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.