કટકીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 12:47:38 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ મેવાડા બ્રાહ્મણ ગોત્ર કવ ઋષિ છે શાખા માધની વેદ યર્જુવેદ મુળા તરવાડી બ્રાહ્મણ છે. પરવર ત્રીજો ગૌતમ - અંગીરા - ઓતમઋષિ આદ સ્થાના ગંગાપાર ઓતરા દેશ. મેવાડમાં' તે મેવાડા બ્રાહ્મણો કહેવાણા. પછી પુર્વ કાશીમાં વટાળ થયો ત્યાંથી વૃજમાં-મઢીઢવાડા - હડોતીમાં - માડવે - મારવાડ માં પછી પાછા પાલી પરગણે ગયા ત્યાં રાજા ગુણચંદ નામે સવા લાખ બ્રાહ્મણો જમાડવા પણ સવા લાખ જ્યાં નહીં. ક્ષત્રિયો ને પણ જનોઈનો અધિકાર છે. ક્ષત્રિયો ભેળવવા જનોઈ ધારણ કરાવી એમ કરી સવા લાખનું ભોજન થયું. બ્રાહ્મણોનેદક્ષિણ દાન દેવામાં આવ્યું પણ ક્ષત્રિયોએ કહ્યું અમે લેશું નહીં મહારાજ ગુણચંદ ખિજાયા. મહારાજાને ક્રોધ વ્યાપ્યો.
બ્રાહ્મણોએ મને બનાવ્યો. તેના જીવતા સાણસી થી નખ કાઢો તેલ ગરમ કરી સાવરણી થી છાંટો. બ્રાહ્મણો ભાગ્યાનો ખા દેશમાં. રાજ્યનો ઓથાર મળી ગયો એમાંથી રાજના કટકના સેનાધિપતિ બનાવ્યા. બાર મહિના કટકમાં રહ્યા. તે તરવાડી બ્રાહ્મણ કાશીમાં વટાળમાં આવ્યા. તે વાટલીયા કટકીયા કહેવાણા છે. કોઈસીંધમાં કોઈ પાવાગઢમાં કોઈ સોનગઢમાં કોઈ લાહોર કેટલાંક સોરઠમાં. પાંખી જુદી પડી છે. જુના પુરાણમાંથી આ ઈતિહાસ લખ્યો છે.
રાજા મુગલણ સેનાધિપતિ હતા તેને ઉપર મોજ આવી. માગ તે આપું અને કટક નું બાર મહિનાનું માલગીરી માંગી. કટકના સુબેદાર છે. કોઈ વચન અલોપે નહી આખુ કટક ક્બબજામાં રહે તેથી કટફીયા કહેવાણા. કટકીયાના ગોત્ર ચામુંડા ચોટીલાના. તેને વેઢવા પાલી સવાના ખેત્રપાળ ગામ રાણપરાનો છે. તેને ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના શીકોતર બ્રહ્માણી ભાદરની છે. નીવેદ નોરતાની નોમના થાય છે. જમણી લાલ વાર સવાનીજમણી બાસ્તાની વાર સવાની જમણી હીરાગળની પીળી વાર સવાની બે શ્રીફળ મઢમાં ચડે અને ઉતરે છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.