કળસરીયા
6 members registeredUpdated at : Fri Mar 13 2026 12:50:04 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ ગોરાસરીયા દેશ સોરઠમાં નવી માધવપુર પાસે દેશ ગેડમા વાટલીયા ગોરાસરીયા તે કળસીયા ગોત્ર દેવ દેવી ચામુંડ ખેત્રપાળ નાગબાપા ગોરાસરીયા વીર વાછરાજી સુરાપુરા - ખોડિયારમાં અયાવેજીયા - બુટમાં રોજકાના બ્રહ્માણી સીંઘવી શીકોતર - સતી બે રંગાઈ માં બીજા સોનબાઈમાં ગામ કંડોરડા માં સુરધન બોદા બાપા છે. રંગાઈ માતાને ચોખા જુદા પાણીયારે જારવાના જમણી મધરાસી લાલ વાર સવાની જમણી બાસતાની સફેદ વાર સવાની પીળો દોરીયાની જમણી વાર સવાની મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે. નીવેદ નોરતાના નોમના થાય છે. વેઢવા મંગળા ધવળા પાલી સવાના ચપટાપાલી સવાના તલવટ પાલી સવાના ખીચડી પાલી સવાની ચોખાનું સુંદરણુ એટલે ચોખા - ઘી - ગોળ ત્રણેભેગુ કરી હલાવી રાખવું તેને સુંદરણુ કહેવાય છે તે સુરધનનું થાય છે.
કુલેર ગડીયા સવાની સોનલબાઈસતીને ખીર અઢી ગડીયાની વાછરાજીને કંસાર થાય છે. આદી સ્થાન મેવાડથી કાશી પછી માળવા ગુજરાત સોરઠમાં ગામ ગોરાસર આવ્યા. સાજણ બાપા જાત્રાએ જાય છે ગામ મેંદરા આડુ આવ્યુ કુળ દેવી ચાંમુડાના મંદિરે નિરાશ થઈને બેઠા છે ઉંડા નિસાસા નાખે છે. મનમાં માતાજીના જાપ કરે છે. માં હું વાંજીયો છું મારા પછી કોઈ પરીવાર નથી. મારાથી આખી કળસરીયા શાખા પુરી થઈ જાય છે. મને માં વંશ આપો આઠ દિવસ માતાજીના મંદિરે અન્નજળ છોડીને પોકાર કરે છે. માતાજી પ્રસન્ન થયા. જા તારે ત્યાં નવ માસે પુત્ર થશે. તારા કુળનો વંશનો આંબો બનશે. પુત્ર આવ્યા પછી મેંદરડા આવજે. મને ઘી ધરજે. સાજણબાપા પુત્ર મળતા ખુબજ ખુશી થયા. સવા મહિને પગે લગાડવા આવ્યા. માંની પુજા કરી ફુલ ફળ ધરીયા ઘી ધરીયુ વાત્સલ્ય ભાવે બેભાન બની કળશ ના ધારે માંની મુર્તિ પર શીધ્રી ધરે છે. માતાજી ઘી પી ગયા. પ્રસન્ન થયા. જા આજથી તારી અટક કળસરીયા થશે. દીકરે દીકરે મેંદરડા પગે લાગવા આવજો મારી લાપશી સવાઈ કરજો. સાથે વેઢવા ધવળા મંગળા થાય છે. પ્રથમ ગામ ગોરસરથી ભડલી થી ધોરાજી.
ગામ ગોરાસર ત્રીકમના ઉત્તમના દેવજીના ભાણજીના મકનજીના લખમણ। ના કાંધેલ - ભવાન - વનાઈબેન - વીકા વરીયાના ભાણેજ. સખુબાઈ ના જનમેલ. ઘોડો મોળિયુ - પિતાંબરી ચીર નો સાડલો સાંઢીયો ત્રફાલ સરલ બે ગામ ગોરાસરમાં બારોટ કરણાજી પોલાજીનેગામ કાશીમાં લખમણબાપા એ વટાળ થયો છે. વાટલીયા કહેવાણા.
કાંધલના સાજણભાઈ એકજ દીકરો છે. લાખાભાઈ વરીયાના ભાણેજ. કનાઈબાઈ માતાના જનમેલ. ગાય ગોરી દુજણી ગાવડી દુજણી ભેંસ ચીરનો। સાડલો થાળી કાપડુ કનાઈ બાઈ માતાએ કરીયાવર આપ્યો ગામ ગોરસરમાં. સાજણ બાપાએ માતાજી નું તપ કરી વંશ મેળવ્યો. કરસરીયામાં કુટુંબ શરૂ થયું છે. સાજણના વિજાત - છાયા - કુરપાળ - મેઘાજી -વીરા. સાજણ બાપાના પાંચ દીકરા થયા. લાલુ બેન રાણી બેન બેદીકરી રાણા સરવૈયાના ભાણેજ - મેધુબાઈ માતાના જનમેલ. પામ્યે દીકરા નો પરિવાર કળસરીયા કુટુંબ થયું છે. ગામ ગોરાસર થી આપની ઉપરની પ્રથમ પેઢી કહેવામાં આવી. હવે પછીનો ઈતિહાસ - પિતા - પુત્ર - પુત્રી - મોસાળ - માતાની નામાવલી ગામની યાદી તમારા બારોટને ચોપડે મળશે. કળસરીયા કુંભાના શામળના ભોજાના જાદવના થોભણ - રાજા બે દીકરા. રામ પાંડવના ભાણેજ. કુંવર બાઈના જનમેલ. બારોટ ને દાનમાં સરલ રૂપાના ભર ૭૦ના ત્રફળ ઘોડ કામળો ગામ ભડલીમાં. થોભણના જોધો - બોદાભાઈ બે ભાયુ પુના બેન - રાજીબેન બે બેનુ ગોદડ ગુજરના ભાણેજ. જોમબાઈ માતાના જનમેલ. બારોટને દાનમાં ગોધો ત્રફાળ કામળો પડ ગામ ભડલી માં બોદાભાઈ સુરધન થયા છે. ગામ કંડોરડામાં મોટા જોધાભાઈ એ બોદાભાઈ ના લગ્ન કરી ગામ ધ્રુવાડાબંધ કર્યું. બારોટ ને ઘોડાનું દાન દીધું બરસી ગામ ભડલીમાં. જોધાના દેવદાસ - રાસો-વસરામ - મેપાભાઈ ચાર ભાયુ છે. પુજાઈ અને વાલી બે બેનુ છે. જેતા પાંડવના ભાણેજ છે. રંગાઈબાઈ માતાના જનમેલ છે.રંગાઈબાઈ માતા સતી થયા છે પૂજાય છે ગામ કંડોરડામાં. સોનાબાઈ માતા બોધદાભાઈના ઘરવાળા સાથે ધીંગાણામાં મરાણા છે. તેની ડેરી ગામ જામ કંડોરણામાં છે શૂરાપુરા અને સતી થયા. ગામ કંોરણામાં. ઓટલો પિતા-પુત્ર -પુત્રી નો ઈતિહાસ બતાવું છું ગામ પણ જણાવું આ સ્થળે થયા છે. આ નિશાની તપાસ કરવી એ તમારી ફરજ છે ઘણા વર્ષ વીતી ગયા છે.
॥ ६६। ॥
કળસરીયા કવિજને શોભે છે સંસાર
તોરીંગ ત્રીજીવાર ભેંસુ આપે ભાલીયા.
બોદાભાઈના લગ્ન વખતે વિસળભાઈ બારોટને ઘોડી અને ભેંસનુ દાન ગામ ધુવાડો બંધ કરો ત્યારે અંતરની દુહાયનો દુહો કીધેલ છે.
Update From
જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.