Create New Post
closeSelect a photo to share with the community
ગોડ દેશથી મેવાડમાં આવ્યા. ત્યારે ગોડ બ્રાહ્મણ મટીને મેવાડા બ્રાહ્મણ તરવાડી કહેવાણા. પ્રથમ બ્રાહ્મણની પેઢી થી વંશ શરૂ થયો છે. પ્રથમ પિતા જદુરામ ના ભુદર ના માવજી ના વલ્લભદાસ-ના રતનજીના દામાના મેઘજી બાપા ને ચીતોડ રાજવી સીસોદિયા ભીમસિંહે રાજના ખજાનાના ઉપરી બનાવ્યા. રાજનો ખજાનો સોંપ્યો છે. ધર્મ કર્મ થી પવિત્ર મેઘજીબાપા રાજ્યના ખજાનાનો વ્યવહાર ચલાવે રાજાના કોઈ સેક્રેટરી ની ઈર્ષાથી મેઘજીબાપા પાસેથી ચાવી લઈ ખજાનાનું કામ કરતા ખજાનાને તાળા વગર ખુલું રાખી ખાલી બંધ કરી કામ કરેછે. વિશ્વાસુ મેઘજીભાઈ ને ખજાનાની ચાવી આપી દીધી છે. ભરોસે સૌ સૌ ને ઘરે ગયા. પાછળ થી રાજના માણસો એ ખજાનાની મોટી ચોરી કરી. સવારમાં રાજાને ખબર આપ્યા. ચોરીની તપાસમાં મેઘજી ભાઈ માથે ચોરીનું આળ આવ્યું કારણ કે ખજાનાની ચાવી તેમની પાસે હતી. નિર્દોસ ઉપર દુઃખના વાદળા છવાયા. આભ તુટી પડયું. તેમની સાથે મેવાડા બ્રાહ્મણ ઘણા હતા. તેઓ દુ:ખમય બની ગયા. રાજા જીવતા ચામડી ઉતારે. જીવતા નખ કાઢે છે. આપણા બાલ બચાનું શું થશે? માળવા દેશ ભણી ભાગી જવા નક્કી કર્યું. રાત્રીના ચીતોડ છોડી ચાલવા લાગ્યા છે. મેઘજીબાપા ના બે પુત્ર બલદેવજી અને સહદેવજી ને બાન પકડ્યા છે. જેલમાં નાખ્યા છે. ચીતોડથી આદરી ગામે આવ્યા. રાત્રીનો સમય છે. સાદરી ગામના નદીના કાંઠે વડ નીચે સૌ થાક ગાળે છે. મેઘજીભાઈની ધર્મ પત્નિને દીકરાનો જન્મ થયો. પુરા દિવસો હોવાથી સાથે જે જ્ઞાતિ બંધુ હતા. તે માળવા રસ્તે ચાલવા લાગ્ય. બન્ને માણસે પોતાના લીલી કોરના પનીયામાં છેડે ટીપણું કલમ અને જનોઈ બાંઘી દીકરાને વીંટોળી સૈયાના વણી પારણા જેવું બનાવી સુવડાવી ને હરી ચરણે ધરીને બીકના માર્યા માળવા તરફ જવા રવાના થયા. આખી રાત ભગવાને બાળકની રક્ષા કરી. સવારનો પહોર થયો સાદરી ગામના આદવરીયા કુંભાર કલ્યાણભાઈ વાસણ બનાવવા માટે નદીની ભેખડમાં ધુળ લેવા આવ્ય. બાળક રડતું સાંભળી તેના અવાજ થી બન્ને માણસ ગયા. ત્યાં રૂપ ગુણ મનહર દીકરો જોયો. બન્ને ખુશ થઈ ગયા. આપણને ભગવાને દીકરો આપ્યો. આપણે સંતાન નથી તેથી આપણે પાળી પોષી મોટો કરીશું. બાળકતો કૃષ્ણ સ્વરૂપ હોય છે.
દુહો
પોટા પોતા તણા પાળે પંખીડા
બચળા બીજા તણા કઈક સેવે કાગડા.
બન્ને માણસ દીકરાને લઈ સાદરી આવ્યા. ગામના તમામ માણસો ભેગા કરી દીકરાને બતાવ્યો. પનીયાના છેડે નિશાની. બતાવી કોઈ ઉંચા કુળનું બાળક છે. નિશાની બ્રાહ્મણની બતાવે છે. નદીના સામા કાઠાથી મળ્યુ છે. તે ગામના કીકો કહી બોલાવે છે. રૂપ ગુણ શકિતવાન બાળક ૧૭ વર્ષની ઉમર થઈ પાલક પિતાનું બધુ કામ સંભાયું. રિદ્ધિ સિદ્ધિ ઘરમાં ભરપુર છે. કીકાભાઈની વાહ ! વાહ ! થઈ રહી છે. કલ્યાણભાઈએ બાજુમાં રાયપર ગામે માળવી કુંભાર રણછોડ ભાઈ ને ત્યાં વરાવ્યો છે. દીકરી ખુબજ રૂપે ગુણે સુંદર છે. દર વર્ષે લગ્નનું પુછવા જાય છે. ઓણ નહી પોર લગ્ન કરશું. આમ પાચ છ વર્ષ વિતાવ્યા છે. કલ્યાણભાઈને થયું આપણને બનાવે છે. કોઈએ જઈને કીધું તમારો જમાઈ| કઈ જાતનો છે. તેની કોઈ સાબિતી નથી. અને નદીમાંથી જડેલ છે. આ કારણે મોડુ કરે છે. અને કીકાભાઈ કુંભાર રંજાડ ઉપાડી તેથી બધા ત્રાસી ગયા. ભલા દીકરી પરણાવ તે તો બ્રાહ્મણ છે. તેની સાબિતી છે.
આપણે મેવાડા બ્રાહ્મણા આપણામાં વટલાણા છે. વેવાર છે. અમે તારા સાથમાં છીએ. તારી સાથે રહીશું. વર વાપર ચાલુ રાખીશું. રાય પરાથી રણછોડ માળવીએ લગ્ન મોકલ્યા છે. ધામે ધુમે કીકાભાઈ ના લગ્ન કર્યા છે. બંને વરઘોડીયાની જોડી જામી છે. આજુ બાજુના મળવા આવે છે. કલ્યાણભાઈ અને તેના પત્નિ સોનામા નો હરખ મનમાં ક્યાંય સમાતો નથી. નવે નિધિ ભર્યા દિવસ આનંદમાં વિતાવે છે. ચિતોડ રાજાની ચોરી તપાસતા સેક્રેટરી ઈર્ષાળુ હતો મેધજીભાઈને સંકટ આપ્યું. ઘણા વર્ષે જેલમાંથી બળદેવ અને સહદેવને છોડયા. મેધજીભાઈનો પતો મેળવી માળવા દેશમાંથી પાછા બોલાવ્યા છે. ગામ સાદરી આવ્યા. વડ અને નદી જોઈ બન્ને માણસો રડે છે. આપણા દીકરા નું શું થયુ હશે ? રાત વાસો રહેવા કુંભાર કલ્યાણભાઈ ત્યાં આવે છે. પેલા રાજા સાધુ બ્રાહ્મણ અતિથિ ઉતારાનો ધર્મ સ્થાન આશરો છે. મેઘજીભાઈએ કીકા ભાઈને જોયા. બાપ દીકરાનું સ્વરૂપ મળી ગયું છે. માતાની અણસાર છે. મેઘજીભઈએ પુછ યું આ દીકરો તમારો છે?ી અસત્ય બોલો તો તમને તમારા ધર્મના સોગન છે. કાણભાઈ એ કહ્યું આ દીકરો નદીના શૈયાના કાઠામાંથી મળ્યો છે. તેની નિશાની છે. તમો કહો છો કે દીકરો મારો છે. તમારી નિશાની આપો. મેઘજીભાઈ એ કહ્યું પેલી નિશાની પનીયુ લીલી કોર વાળુ અને ત્રણ ગાઠ ભરી જનોઈ અમે બ્રાહ્મણ છીએ.
ટીપણું કલમની સાક્ષી પનીયાની છેડે બાંધેલ છે. ધણા સમયથી સંઘરેલી નિશાની બહાર કાઢી. બ્રાહ્મણના કહેવા મુજબ નિશાની છે. મેઘજીભાઈ તથા કીકાભાઈ ને બાપ દીકરાની ઓળખાણ કરાવી. અંતર સ્નેહ પ્રગટયા. પ્રેમના રોમ ઉભા થયા. ભેટતા આંખમાં પ્રેમના આંસુ આવ્યા છે. જમના માતૃશ્રીને ભેટ્યા. પાંચ દિવસ રોકાઈ ને મેઘજીભાઈ એ કહ્યું હવે તો કીકો તમારા સમાજમાં ભળી ગયો। છે. પુત્ર પુત્રી થયા. હવે અમારા સમાજ માં ચાલે નહી. મારા કીકા થી મોટો પુત્ર છે. બળદેવજી અને સહદેવજી તેની સાથે સબંધ રાખશે રાજમાં સહકાર આપશે નાનેરો યજમાન થશે. મોટેરા ગોરનો સબંઘ જોડાશે મેઘજીભાઈ ચિતોડ ગયા રાજાને મળી રાજાની માફી માંગી. બન્ને દીકરા ને સોંપ્યા. રાજનો ખજાનો સંભાયો છે. ત્રીજા દીકરા કીકાભાઈ ની રાજાને ઓળખાણ કરાવી તેને ચિતોડ રાણે ગામ અબલકાની પટલાઈ આપી ૨૦૦ વીઘા જમીન ખેતર અને ૪૦ વીઘાની વાડી કીકાભાઈ મોટો વેપાર કરે છે. દેશ માળવા સુધી પોટુ જાય છે. ચિતોડ સુધી વેપાર કરે છે. તે દેશમાં વેપાર કરનારને કાકલોતર કહી બોલાવે છે. તેથી કાકલોતર કીકાભાઈ કહેવાણા છે. હવેથી કીકાબાપા પરિવારની પેઢીઓ કાકલોતર પરિવાર કીકાના રૂડાના હરજીના રૈયાના ભીમાના રઘાના કાળાના દેવરાજના ભક્તના ડુંગરના ધીરાના ડાયા બાપા સુધી અમલકા - સાદરી - રાયપરી માં રહ્યા છે .
વર્ષ ૨૫૯ સુધી ચિતોડ રાજાશ્રીભીમસિહજી ના વખતમાં બારોટ પોલાજી ના વખતમાં ગામ દેવગઢ માં ત્યાથી ચાંપાનેરમાં આવ્યા. ડાયાના હરજીના રાજા ના વેલાના વીકાના વીભાના નારણના ડોસાના જીવાના કરશનના જગાના રામજીના નાથા ના સુરા ના શામાના દુદાના રામના ભગાના દાનાના હરખાના ભાભાના જસમતના દેવાના ડુંગરના વેણુના કાનજીભાઈ સુધી ચાંપાનેર| માં ૨૫ પેઢી રહ્યા. સાતસો વરસ દેશ ચાંપાનેર અને દલીપરા દિલ્હી રાજવી તુવરના સમયમાં ચાપાનેરથી પાછા મારવાડમાં આવ્યાતા. ૨૮ પેઢી રહ્યા વર્ષ ૮૦૦ સુધી. કાનજીના પીતાંબરના જસાના દેવરાજના હમીરના કાળાના લાધાના જગાના કાનજીના તેજાના ભાયાના ભવાનના કીકાના રતનાના રાજાના કેશવના મોણાના લુપાના લખધીર ના વણવીરના દાસાના દેવકરણના માલાના મેઘા ના ડોસાના ઝુંઝાના દામાના પિતાંબરના મુળાબાપા સુધી. ત્યાંથી સોઢામેર વર્ષ ૨૦૦ રહ્યા પેઢી સાત માતા ચામુંડાની સ્થાપના કરી પુજા કુળ દેવી થયા.
મુળાના માધવના હમીરના લખધીરના નગાના લીંબાનાજેરામના ભવાનબાપા સુધી સોઢામેર રહ્યા છે. સોઢામેર-થી માળવા ઉજણી (ઉજજન)પરગણે રાજા શ્રી ઈન્દ્રવંશી પરમાર વિક્રમના રાજ્યમાં પેઢી ૧૯ રહ્યા. વર્ષ ૫૦૦. ભવાનના જેઠાના ભીખાના પાચાના જસમતના પબાના દેવાના જાદેવના ભાયાના ભાભાના ભુદરના જેરામના ત્રિક્રમના ઝણાના રતનાના વસ્તાના રૂપાના દેવજીના માધવના પબાબાપા સુધી ઉજેણી પરગણે રહ્યા. પછી પાછા મારવાડમાં રાજા રાઠોડ પોપશેનના રાજ્યમાં ભીમમાળ દેશ ગામ જોધપુર પરગણે રહ્યા વર્ષ ૮૦૦ પેઢી ૨૮ સુધી. પબાના કાનાના ડોસાના કાળાના રાણાના રૂડાના પાચાના ભાભાના પરમાના વસરામના વાલાના નારણના મેઘાના સાંગાના સોમાના આનાના વાલાના જાનાના તેજાના માનાના કાનાના રંગાના વિભાના માંડણ ના કાળાના જેઠાના શામજીના રાજશીબાપા સુધી રહ્યા. સોઢમેર ફરીથી આવ્યા પેઢી સાત અને ર૦૦ વર્ષ રહ્યા. રાજસીના હમીર ના ધરમશીના હીરાના વીરાના સારીંગના માલાબાપા સુધી રહ્યા. પછી વાગડ ને વઢીયાર આવ્યા. ત્યાં અગ્યાર પેઢી રહ્યા. ત્યાંથી દેશ સીંધમાં સોમાઈનગર ગામથી આશાપુર આવ્યા. સંવત ૭૪૭ માં માતાજી આશાપુરાને પુજ્યાએ કુળદેવી થયા. તે સમઢીયાળાકાકલોતરમાં માન્ય થયા છે. આશાપુરા માં ૩૦૦ વર્ષ રહ્યા છે.
પેઢી સુધી માલા ના સોડાના હરસુરના પાલાના વીકાના કાનાના નગાજીબાપા સુધી રહીને રાજશ્રી લાખા કુલાણી વારમાં. પછી ગુજરાત પીરાણા પાટણ આવ્યા રાજાશ્રી સિધ્ધરાજ સોલંકી વારમાં સંવત ૧૧૪૩ માં પ્રજાપતિ પરે ચારણનો હક ગુર્જરકુંભાર અને વાટલીયા કુંભાર પરે વરરાજાના તોરણે સોળ સોનામોર દેવાની પછી લગ્ન થવા દેતા સિધ્ધરાજ સોલંકી તથા એભલવાળાએ મળીને સોળસો કન્યા પરણાવવાનું નક્કી કર્યું. રૂડા માંડવા નખણા છે. તળાજા લગ્ન રાખેલછે ચારણો હક લેવા આવ્યા છે. બંને રાજાએ કહ્યું હે ચારણ ભાયુ તમારે ઉતારે જાવકસુંબા પીઓ તમારા મનગમતા ભોજનની વ્યવસ્થા કરી છે. ચારણો રાજી થઈ તેના ઉતારે ગયા મોજુ માણે છે. કસુંબા ઘુટી ઘુટી ને બહુજ પીએ છે. લગ્ન વિધી પુરી થઈ ચારણ ભાઈઓને બોલાવ્યા બન્ને રાજાએ વિચાર કરી એક ઘોડો શાણગાય સુંદર સામાન રૂપેરી ચોકડુ સોનાનાં મુઠે સમશેર રૂપેરી હોકો બીજો ખર શણગાય રાજાએ કહ્યું હે ચારણ દેવો રાજને માંગવુ હોય તો ઘોડે ચડો કુંભાર માંગવા હોયતો ગધેડા પર બેસો. ચારણ ભાયુ શરમાણા. ઘોડા પર ચડયા હાથમાં લગામ લીધી. ત્યારથી કુંભાર ભાયુ માથેથી હક દુર કરાવી રાજા પર હક થયો.
|। ચોપાઈ ॥।
શરમાય ચારણો તોખારે ચડયા
ત્યારથી કુંભાર પરથી હક ગયા
પછી ચારણો એ દુહો કીધો.
॥ દુહો ॥
બાંધ્યા રાજા બારણા સઘળા સોલંકી તણા
કુળ ખોયા કુંભાર ઘેરાયા દુઃખ દીલ ઘણા.
પીરાણા પાટણ છોડી ચુવાળમાં માતાજી બહુચરાજીના મલકમાં રાજા રાઠોડ વેણી વાછરાજ જોધપુરના રાજવી સંવત ૧૩૯૫ બલાલ દેવી તે બહુચરાજી પુજાયા વર્ષ ૫૦ રહ્યા. પેઢી બે ધુવાવ દેશ છોડીને ચાંપાનેર આવ્યા. સંવત ૧૪૪૫ માં રાજા શ્રી પતીયના રાજ્યમાં. વર્ષ ૧૨૫ રહ્યા. પેઢી ૬ ત્યાં મહાકાળી। માં ને પુજ્યા કુળમાં પુજાય છે. સમઢીયાળા અટકના કાકલોતર પુજે છે. ચાંપાનેર પર રાજા પતીય પરે સુબેદાર મહંમદ બેગડા એ ચડાઈ કરી.ચાંપાનેરના રાજાનો પલટો થયો. બેગડાનું રાજ્ય થયું. તેણે બે રાજ્યને જીત્યા. જુનાગઢ રામાંડલીક પછીથી જુનાગઢ જીત્યું પછી ચાંપાનેર છોડી પંચાળમાં આવ્યા. સંવત ૧૫૭૦ માં ત્યાં ચામુંડા માતાજીને પુજ્યા. અયાવેજીયા અટકની કાકલોતરે કુળદેવી માન્યા ત્યાંથી ચામુંડા પુજાય છે. પાંચાળ છોડીને દેશ હાલાર માં ગામ નવેનગર જાડેજા રાવલ જામ લખધીર તેના રાજ્યમાં સંવત૧૫૯૬ માં પેઢી સાત રહ્યા નવેનગરથી ચારે શાખા જુદા પડે છે. સવંત ૧૬૫૫ થી જુદા પડયા. હાલ ચારે શાખાની ૧૫ થી ૧૭ પેઢીયેથી જુદા પડયા છે. કાનાના નગાજી નાગજીભાઈના ત્રણ બેનુ પુજીબેન વેલુબેન જીવીબેન મોકળભાઈ આંબલીયાના ભાણેજ માતુશ્રી વેણુબાઈ નગાજીબાપા થયા ત્રણે બેનુના નામે વેઢ હેમનો ગદી ૪ ઢાલ તલવાર મોળીયુ કસુબલનું જામનગરી પાઘડી હેમનો વેઢલો ગામ નવેનગરમાં રાજા જાડેજા લખધીરના રાજ્યમાં ૬૦ વર્ષ રહ્યા. નગાજીના રાસા મોટાભાઈની પાંખી સોરઠ મોટા ભમોદર આવી રાસાને ગામની પટલાઈ મળી જમીન વીઘા ૨૦૦ વાડી વીઘા ૨૦ પસાઈતી સંવત ૧૬૫૮ માં. નગાજીના રાસી-રાણા-રાજા બાલા.ભીમા વરીયાના ભાણેજ. માતા જમકુના જનમેલા દાનમાં ઘોડો માંકડો રૂપિયા ૭ સરલ રૂપાના ભાર ૪૦ના સાળુ હેમના અભરામી બે ત્રફાળ ગામ નવાનગરમાં. રાસીના રાસીબાપાના પરિવારની પેઢી તેમના બારોટ પાસે થી મળી નથી. રાસી બાપાસુધી પેઢી જણાવી છે. લગભગ ચારે ભાઈઓની પેઢી ૧૬-૧૭ પેઢીએ મળી જાય છે. અયાવેજીયા - બાલાપરા - સમઢીયાવીળા પાંખીની પેઢી તમોને આગળ મળી જાશે. ત્રણે ભાયુની ૧૬-૧૭ પેઢી મળી આવી છે.
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.
Select a photo to share with the community