ઘોઘારી
2 members registeredUpdated at : Fri Mar 13 2026 13:14:27 GMT+0000 (Coordinated Universal Time)
વાટલીયા ઘોઘારી - વાવડીયા - સરાણીયા - એક ગોત્રમાંથી આદ સ્થાન કાશીમાં વટાળ થયો વિક્રમ સવંત ૮૫૧ માં વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ શુભદિને થયો ને વાટલીયા કહેવાણા. કાશીથી વડવીયા ગામે આવ્યા ત્યારે વડવીયા કહેવાણા. ત્યાંથી માળવા- ગુજરાત-સોરઠમાથી ઘોઘા આવ્યા ઘોઘાથી ટીમાણે આવ્યા. ઘોઘારી શાખા કહેવાણી. તેમાંથી એક ભાયે કોઈ જુનું મકાન લીધું. મકાન માલીકને પણ ખબર નથી જુનું મકાન વિખતા અંદરથી સરાણ નીકળી. ગામમાં જ્ઞાતિમાં વાત ફેલાવા લાગી. સગા ઠેકડી કરવા લાગ્યા આતો સરાણીયા ઘોઘારી છે. ઉપલ શાખા પડી ગઈ છે. એક ભાઈ ભીચડીયે થી ગોહીલવાડમાં ગામ વાવડી આવ્યા. ગામના નામથી વાવડીયા કહેવાણા. આ ત્રણેનું ગોત્ર એકજ છે. વરવાપર થતી નથી. લાલાબાપાને વાવડીની પટલાઈ આપી. વાડી વીઘા ૧૫ ગામ વાવડીમાં બારોટને ચોપડે લખાવી ને વેઢ હેમનો ગદી ૪નો ચોફાળ ધોતિયું ગાય દુજણી ગામ વાવડીમાં પેઢી સાત રહ્યા. બારોટના ચોપડે લખાવી દાન આપ્યું.
ઘોઘારી માયા મેરામણ ગામ હરીપરા :
ગોહીલવાડ ગરાશવંત નહી વાળકમાં કરતા વખાણ
હાકમ અને હઠાળ મરદ જાગ્યો તું મરેવા.
સજકોટ લગી જાણતા ભાવનગર લગી ભણકાર
માયાણી તું મોભ મરદ જાગ્યો તું મેરવા.
હરીપરા ગામમાં હાકલે હાથ લેતા હથિયાર
કજીયા ને કંકાસ મેલી દે તું મેરવા.
ગોવિંદ તારૂ ગજું વડ જેમની વધે
કુંપળ મન કોળે માપ તારૂં નહી માયાણી.
ઘોડા તો આપે ઘણા પરાણે કરવી પળસી
જાશુ ગોવિંદ માયાણી બાજરો આપ કળસી.
આ દુહા ઘોઘારી અમરશી કેશવ પાસેથી મળેલ છે.
ગામ હરીપરા વાળા.
Update From
જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.