arrow_backAll Surnames

ઘાસકટા

3 members registered
Updated at : Fri Mar 13 2026 13:12:41 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્ર: વશિષ્ઠવતન: અજ્ઞાતકુળદેવતા/કુળદેવી: અજ્ઞાત

સાંગણ બાપા લડાઈમાં કામ આવી ગયા અને જીવા ઉકાભાઈ પણ કામા આવી ગયા. તેનો પાળીયો ઘોઘા અને ગુદીગામ વચે છે. સાંગણ બાપાનો પરિવાર નથી, ઘાસાબાપાએ રાજ્ય સુકાન સંભાળેલ છે. કુંવરને મોટા કર્યો છે. ઘાસાબાપાએ પિરમબેટ માં ત્રણે નાતનું તેડુ કર્યું, આદવરીયા - ગુર્જર - વાટલીયા નોતરાયા છે. સમાજ ખુબજ| આવ્યો છે. સાત વાનાની સુખડીનુ ભોજન આપી રહ્યા છે. ઘાસાબાપાને થયુ મારે નાતનાં આર્શીવાદ મેળવવા છે. જ્ઞાતિ બંધુઓને કહ્યું મારે કન્યાદાનકરવું છે. ત્યારે ૧૦૧ કન્યા મુરતીયા તૈયાર થયા. લગ્નનો પ્રસંગ કર્યો. ઘાસાબાપા એ ક્ર્મન્યાદન કર્યું. અને જ્ઞાતિને પેરામણી કરી. પુરુ ષને ચાર વસ્ત્ર અને સ્ત્રીને ત્રણ કપડા. લગ્ન જગન કર્યો. ત્યારથી ટીમાણીયા અટક મટીને ઘાસકટા કહેવાણા દાદા દેવરાજ વેણુ પરિવાર જીવા ઉકા સાથે યુધ્ધમાં લડયા હતા. શુરવીર હતા તેનો પરિવાર સંવત ૧૨૭૨ માં પેરમમાં સાથે ભળી ગયા ત્યારથી રૂડકીયા ઘાસકટા કહેવાણા. બન્નેનુ ગોત્ર એક જ છે. દેવરાજ બાપા મોટા અને પ્રાગરાઈ બાપા નાના. બંનેનો સંબધ સ્વીકાર્યો. ઘાસા બાપાને પ્રેરમ રાજય તરફથી જમીન વીઘા ૨૨૦ વાડી વીઘા ૨૦ની આર્પણ કરેલ છે. ગામ પેરમમાં ઘાસાબાપાએ શિવ અને વિષ્ણુ ઓછવ કીધો. ત્યારથી ઘાસકટામાં શીવ અને વિષ્ણુનો ઓછવ થાય છે. ભક્ત માયાબાપાથી નાના સુરાભાઈ પરિવાર ભાણા ભક્ત વિશે પેરમથી ઘાસાબાપાનો પરિવાર ઘાતલવડ આવ્યા. બીજો પરિવાર જેસર દેવદાસ બાપા આવ્યા તેની દીકરી સતી થયા. ઘાસકટા દેવદાસ પરિવારનો ઇતિહાસ: દેવદાસના આણંદના નારણના પુજાના માયો અને સુરાબાપાને બે દીકરી ગંગાબેના જમનાબેન રાણા વરીયા ના ભાણેજ. ગોમતીબાઈ માતાના જનમેલ. ભેંસ દુજણી દોહવાનુ બોઘરૂં પાઘડી થાળી કાપડુ ધોતીયું સાડલો વેઢલો ગામ ઠવીમાં વસીને દાન આપલે, માયાબાપા શિવના મહાન ભક્ત હતા. તેને મન થયું કે દ્વારકામાં કૃષ્ણના દર્શન કરીઆવુ. રાત્રે ચોથા પહોરમાં શિવ સપને આવ્ય. માયા મારૂ કૃષ્ણરૂપ એકજ છે. અમો હરી હર એકજ છીએ. તને અહીં દ્વારકાના દર્શન કરાવું. જો તારા જમણા હાથની ભુજા પર દ્વારકાની છાપ પડી હશે. ભતે સપનામાં દ્વારકા નિહાર્યું. કૃષ્ણ દર્શન થયા. ઉભા થઈને જુએ ત્યા ભુજા પર દ્વારકાની છાપ હતી. ભકત પુરણ દ્રઢ ભક્તિથી હરીહરને ભજવા લાગ્યા ગામ ઠવીમા. બીજા દીકરા પુજાનો પરિવાર ગામ ઠવીમાં. પુજાના સુરાના પુના ના ભાણાના ઉકડ અને ગોવિંદ. બેન મેઘી બેન સોના. મેઘા આબલિયાના ભાણેજ. માતા વાલુબાઈ. દાનમાં અભરામી હેમની ત્રણ ઘોડો ફુલમાળ ધોતિયું સાડલો કાપડું ખુમચો ગામ ઠવીમાં. ભાણા પુના સુરાનો ઇતિહાસ ગામ ઠવીમાં. ભાણાબાપા શિવ ભગવાનના મહાન ભકત હતા. આઠે પહોર રાત દિવસ ૐ નમઃ શિવાયના જાપ જપે છે. તેને પણ દ્વારકા જવાની ઇચ્છા થઈ. શિવ ભગવાન પ્રભાતના પહોર શિવનામના ધ્યાનમાં લાગેલા ભાણાબાપાને સ્વપ્ને આવ્યા. હે ભાણા! તને દ્વારકાધિશના અહી દર્શન કરાવું છુ. હર હરીનું એકજ સ્વરૂપ છે. સૃષ્ફિની ઉત્પત્તિથી લઈ ભરણ પોષણના દાતા છે. વિશ્વના ઈષ્ટ છે. ભાણાબાપાના સ્વપ્નમાં દ્વારકા ગોમતી નદીના તેમજ દ્વારકાધીશ અને બાવન ગજની ફરકતી ધજાના દર્શન થયા. જમણી ભુજાએ દ્વારકાની છાપ પડી ગઈ. શિવ ભગવાને કહ્યું ભાણા તારા ફળીયામાં હું પ્રગટ થાઉં છું. જે જગ્યાએ ચોખા અને કંકુનો સાથિયો હોય લીલું શ્રીફળ પડયું હોય ત્યાં ધરતી ખોદજે. હું પ્રગટ થઈશ. ભરપુર આનંદમાં આવેલા ભાણાબાપા ઉભા થયા. જમણી ભુજાએ દ્વારકાની છાપ ફળીયામાં જોયું ત્યાં સાથિયો ચોખા અને કંકુનો માથે લીલું શ્રીફળ છે. તે જગ્યાએ શિવ જાપ જાપતા ધરતી ખોદવા લાગ્યા. ત્યા શિવ બાણ નિકયું ઉચકાવી બહાર કાઢતા હાથમાંથી પડી ગયું તે બાણ દડવા લાગ્યું. ભાણાબાપા એ કહ્યું હે ભગવાન મારા દડેશ્વર દેવ. ત્યારથી શિવ ભગવાન દડેશ્વર મહાદેવ કહેવાયા. તેની સ્થાપના ભાણા બાપાએ કરી. બાપાનો ઓટલો બનાવેલ. વળી શિવ ઈચ્છાથી ઘાસકટા કુટુંબ સર્વે મળીને સંવત ૨૦૦૦ ના વૈશાખ માસે શિવના ઓટલા પર મંદિર બનાવ્યું. ત્યારે ઘાસકટા કુટુંબ આવેલ તેની યાદી નથુ ગોપાલ - સુરત વિરજી આણંદ - ખેરાળી કરમસી અરજણ ખેરાળી ગભરૂ નારણ તથા નાનજી નારણ - ઉગલા વાલા દાના-ખેરાળી ભાણા। વાલા-રાજુલા ભીખા હરજી- ખેરાળી કાનજી મસરી - ખેરાળી સંવત ૨૦૦૦ વૈશાખ સુદ પૂનમ ૧૫ ને સોમવારે શિવ મંદિર બનાવી હોમ હવન ક્ય. ધાધલ દરબાર જીવાબાપુ દનાબાપુના વખતમાં. જીવાબાપુ એ શીવ પુજનનો લાભ લીધો છે. શિવ મંદિરની જગ્યા દરબારે અર્પણ કરી છે. ચોપડે લખાવી રૂપિયા ૧૦૧ ઘોતિયું. ગામ ઠવી બારોટ જેશંગભાઈ વાલજીના વખતમાં. શિવ ભગવાનના મુખ્ય સ્થાપના ધામ ગામની યાદી શિવ ભગવાનનું પહેલું સ્થાનક પેરમમાં સંવત ૧૨૭૨ માં ઘાસાબાપા એ મંદિર બનાવ્યું. બીજુ સ્થાનક હઠિલા નામે કહેવાતા સંવત ૧૩૭૬ માં દડેશ્વર મહાદેવનું સ્થાનક ઘાતરવડ સવંત ૧૭૨૦ માં ઘાતરવડ મહાદેવ પાછળ રાજા ગાયકવાડ સરકારે જમીન વીઘા .૧૦ આપી. દડેશ્વર મહાદેવની સ્થાપના ભાણાબાપા ભકતે કરી તે સંવત ૧૭૩૫ માં કુટુંબ મળી ચોપડે લખાવ્યું છે. શિવ ભગવાનનું વરદાન છે. બાર મહીને શ્રાવણ માસ પાળવો ભાદરવી અમાસે શિવ ભગવાનની રૂદ્રી કરાવી પાંચ બ્રાહ્મણો જમાડવા દક્ષીણા દેવી બાર મહીનાના સોમવાર કરવા છેલ્લે સોમવારે શીવ ભગવાનની રૂદ્રી કરવી શિવ ભગવાનના મંદિરે જારવી. એક લાડવો ગાયને દેવો એક લાડવો રમતા બાળકને દેવો બ્રાહ્મણ બે-ત્રણ-કે પાંચ જમાડવા શ્રાવણ માસની ગોકુળ અષ્ટમીના દીવસે કૃષ્ણ ઓછવ કરવો. તે દિવસે ઉપવાસ કરવો એ રીતે પાલન કરે છે. તે રીતે સુખી રહે છે. ધન પુત્ર ધાન મળશે. તેના ઘરમાં તાણ નહી આવે. દડેશ્વર ભગવાનનું મંદિર ગામ ઠવીની સીમમાં છે. ભાણા બાપા કસાણ થી માલપરા છોડીને સાધુ બની ગયા. કુળનો પોતાનો ઉધ્ધાર કરવા ગામ ઠવી આવી વનમાં તપસ્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યાં.

વીર લુંભાબાપા ગામ ઘાણા રહે છે. જેને કુળ ગૌરવ દેશ ગૌરવ છે. ગામ ધાણા પર કોઈ દુશ્મન નુ દળ કટક આવ્યુ પોતાના ગામને બચાવવા યુધ્ધ ખેલ્યું. તે રણ ઘેલા શૂરવીર નું માથુ કપાણું માથુ ગુંદરણા ગામના પછેડીયાની ધારેપડયું અને ધડ ધાણા આવ્યું તે સુરાપુરા નો પાળીયો ગામ ધાણામાં છે. ઘાસકટા કુળને પગે લાગવા જવું શ્રીફળ વધેરવું પણ ધાણા ગામનુ પાણી પીવાતું નથી. લુંભાબાપાને કોઈ કારણે અપૈયા હશે તે ચોપડામાં ચોખવટ નથી. ઘાસ કટા કુટુંબે પાણી બીજા ગામનું સાથે લઈ જવું પડે છે. સાથે લઈ ગયેલા પાણી થી ચોખા બનાવવા બાપાને જારવા ખેત્રાબાપા નાગદેવની ઘાસકટાનાં કુળદેવ તથા દેવી તથા ચોટીલાના મઢની યાદી ચામુંડા માં અને અણેજના બુટ ભવાનીમાં અયાવેજના ખોડિયાર માં સાથે સીંધના શીકોતરમાં બ્રાહ્મણી માતા શૂરાપુરા ગામ ધાણાના લુંભાબાપા પુજાય છે. તેના નીવેદ નોરતાની નોમના થાય છે. જમણી લાલ મીટર એક જમણી સફેદ મીટર એક બે શ્રીફળ મઢમાં ચડે ઉતરે છે. લગ્ન સીમંત સમયે બમણા થાય છે. પેલા મઢ ગામ ડુંડાસ હતો. ત્યાંથી હાલ ઉના પાસે નવા ઉગલામાં છે. ઘાસકટા પ્રાગજીભાઈ ગભરુભાઈ નારણભાઈ ના નિવાસમાં છે. તેના પુત્ર વેલજીભાઈ પ્રાગજીભાઈ હાલ માતાજીના ભુવા છે. બીજો મઢ ગામ ગુંદરણા નવો થયો છે. ઘાસકટા ભાણા સોંડાભાઈ ના નિવાસ માં છે તે તેના ભુવા છે. ઘાસકટાના ઈષ્ટદેવ ગામ ઠવીની સીમમાં દડેશ્વર મહાદેવ શ્રી ૐ0 ગૌરી પુત્ર ગણેશાય નમઃ શારદાય નમઃ| ગુરુભ્યો નમઃ શ્રી ૐ દડેશ્વર મહાદેવ નમઃ કુળદેવતાય નમઃ સંવત ૨૦૬૧ વૈશાખ સુદ પુનમને સોમવારે તા ૨૩-૫-૨૦૦૫ થી તા ૨૪-૫-૨૦૦૫ અને તા. ૨૫-૫-૨૦૦૫ના ત્રણ દિવસ દઙેશ્વર મહાદેવનાનવા મંદિર ના સ્થાનમાં પ્રાણ પ્રતિષ્ઠા ગણપતિ - હનુમાનજી - પોઢીયો કાચબો - ભૈરવ - માતાજી| ઉમામાં ભવાની ની મુર્તિ નો એકવીસ કુંડી યજ્ઞ કરી દેવોના આશિર્વાદલીધા. સાથે યમ વરૂણ કુબેર મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. યજ્ઞ આચાર્ય શ્રી શાસ્ત્રી દેવાંગભાઈ ભટ્ટના હસ્તે શ્રી મુખે સાથે ૨૭ બ્રાહ્મણ ના સાથની યજ્ઞના માર્ગ દર્શક ઉપાધ્યાય ગોર કીરીટ કુમાર દયા શંકર ગામ મોટી ખેરાળી વાળા સાથે મળી કરેલ છે. ત્રણ દિવસ સર્વે કુટુંબ મળી સગાવહાલા સાધુ બ્રાહ્મણો પરીયાગતને ભોજન આપ્યું તા. ૨૫-૫-૨૦૦૫ ના રોજ ગામ ઠવી ધુમાડા બંધ જમાડયુ.

નાથુરાવ મહોબતસંગને ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાના નરેન્દ્ર મોદીના વખતમાં. સરપંચ ખુમાણ અશોકભાઈ રામભાઈ ના વખતમાં ગામ ઠવીમાં ચોપડે લખાવી રૂા.૨૫૧૧ સર્વે ઘાસકટા સમાજ મળી બારોટ નાથુરાવ મહોબત ગામ સરેરા થી મહુવા રહે છે. દડેશ્વર મહાદેવના મંદિરમાં સર્વે ઘાસકટા પરિવાર નો હક છે. નવું શિખર બંધ મંદિર બનાવ્યું છે. મંદિરની જગ્યા ધાધલ જીવા ભગવાને અર્પણે કરી છે.હસ્તે ખુમાણ અશોક્ભાઈ રામભાઈની રાજી ખુશીથી મહાદેવને અર્પણ કરેલ છે. આજ રોજ ઘાસકટા પરિવારના કુલ ૧૪૦ ઘર છે.સંવત ૧૬૬૦ માં ગામ જેસરથી કેદારીયા થી કાળેલાથી માંડવડાથી મિતીયાળા થી હિંડોળા સંવત ૧૭૦૭ માં. જમાદાર જાખર સુમીર નંદલાલ બહાદુરખાનના વખતમાં ત્યાંથી સંવત ૧૭૩૫ માં ઠવીમાં ત્યાંથી મેરીયાણાથી માલપરાથી ઠળીયા - ટીટોડીયા - પાદરગઢ - થીગુંદરણા થી સંવત ૧૯૦૮ માં કુંભારીયા થી સંવત ૧૯૩૧ માં ખેરાળી આવ્યા. રાજા જીવા આવ્યા. સંવત ૧૯૭૨માં સુધી રહ્યા. તેના પરિવારના ઘર ગામ ખેરાળી છે.

ગોત્ર દેવી ચામુંડા ચોટીલાના - વેઢવા મંગળા ધવળા પાલી સવાના બુટ ભવાની રોજકાના - ખીર પાલી સવાની રોટલી પાલી સવાની સ્થાપના ખેત્રપાળ નાગદેવ - ખિચડી પાલી સવાની તલવટ પાલી સવાના ખોડિયારમાં અયાવેજના - લાપસી પાલી સવાની સીંધવી શીકોતર અયાવેજના - ચોખા પાલી સવાના સુરધન સરમણ ગામ ટીમાણાના - ચોખા પાલી સવાના દેવદાસ બાપાના દીકરી ગંગા સતી થયા - કુલેર ગડીયા સવાની મહાદેવ દડેશ્વર ને - રૂદ્રી પાલી સવાની થાય છે.ઘાંસકટા વિષ્ણુ ભગવાનનો ઓછવ થાય છે. નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન તથા સીમંતે બમણા થાય છે. જમણી લાલ - સફેદ હાથ સવાની એક મીટર લેવી. બાર મહિને દડેશ્વર ને ધજા ચડે છે. રૂદ્રી કરવી.


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .