Create New Post
closeSelect a photo to share with the community
પ્રથમ મેવાડાથી માળવા થી કાશી થી ભાલમાં ઘંઘુકાથી પછી ગામ ગરાણીયા। નેસડા ત્યારથી ત્રણે પાંખુ જુદી પડી. એક પાંખી જેતપુર ગઈ બીજી પાંખી ચોંડા ગઈ ત્રીજી પાંખી નવા ચાંવુડ ગઈ જ્યા ધંધાનો સહારો મળો ત્યાં વસ્યા છે. ધંધુકીયાનો મોટો વિસ્તાર છે. આશરે ૧૫૦૦ ઘર હશે. ચોરાસી શાખમાં વિસ્તારમાં મોટી અટક છે.
ધંધુકીયા ગોત્ર વાલ્મીક ઋષિ છે.
પ્રથમ મેવાડથી કાશીમાંથી વટાળ થયો વાટલીયા કહેવાણા. કાશીથી ભાલમાં ધંધુકા આવ્યા ત્યારથી ધંધુકીયા કહેવાણા. ધંધુકીયાના ત્રણ પ્રકાર થયાઃ ઘોરખોદા-બુહા-મુગલાણીનું ગોત્ર એકજ છે. શાખા માધની પરવર ત્રીજો વેદ યર્જુવેદ ગોત્ર દેવી ચોટીલાની ચામુંડા ગામ ધંધુકાના ખોડિયારમાં વાળુકડના ખેત્રપાળ નાગદેવ. વેઢવા મંગળા ઘવળા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના લાપસી પાલી સવાની નીવેદ નોરતાની નોમના થાય છે. જમણી લાલ વાર સવાની જમણી સફેદ વાર સવાની. બે શ્રીફળ ચડે ઉતરે છે. લગ્ન - સીમંત સમયે બમણા થાય છે. ધંધુકીયાનો મોટો વિસ્તાર છે.
ધંધુકીયાનો ઈતિહાસ
આદસ્થાન બ્રાહ્મણનું ઓતરખંડ મધદેશ ગંગાપાર થી ભીમમાળ પછી શ્રીગોડ મધ્યે આવ્યા. બ્રાહ્મણ શ્રીગોડ કહેવાણા. મારવાડથી મેવાડમાં મેવાડા બ્રાહ્મણ કહેવાણા. દેશ પુરવમાં કાશી આવ્યા. ત્યાં વટાળ થયોને વાટલીયા કહેવાણા. કાશીથી માળવા પીર પાટણવાળાથી ગુજરાતમાં ગામ ધંધુકે આવ્યા તે ધંધુકીયા અટક કહેવાણી. ધાધલ મેર કોળીના વારમાં. માળવી તે ધંધુકીયા નું ગોત્ર પારાસર ઋષિ છે. રાજા મુગણીના રાજયમાં રહેતા પાડોશી હતા તેના રાજના કારભારી હોવાથી મુગલાણી ધંધુકીયા કહેવાણા. સંવત ૧૫૯૫ ની સાલમાં પંચાણુ ભયંકર દુષ્કાળ પડો. પાવાગઢ તે ચાંપાનેરનો પલટો થયો. રાજ મુગણીને સત્ ચડુ ને બાદશાહના કટક સાથે લડયોને મરાણો તેવી વાત થઈ પણ રાજલ મુગલાણી જીવંત છે. પોતાનો પાડોસી ધંધુકીયા કુંભાર કાળમાં સાત લાંધણ થઈઅતિ ભુખ લાગી છે. અન્ન મળતું નથી. કુંભારે પોતાનો ૬ મહિનાનો દીકરો ઘોડીયામાંથી લઈ તેના કટકા કરી હાંડલામાં રાખી ને ચોડવે છે. વાતની ખબર મુગલાણીને મળી તે કુંભારના ઘેર આવ્યા. કુંભાર ભાઈને કહ્યું કે ભાઈ તે આ શું કર્યુ? અતિ ભુખને લીધે મે બાળ હત્યા કરી છે. હાંડલામાં રાંધુ છું. મુગલાણી સત્ સ્વરૂપ હાંડલાની ઢાંકણી ઉઘાડી ત્યાં સફેદ ચોખા દેખાણા. મુગલાણી સત્પોકાર્યુ કુંભારના દીકરાને સજીવન કર્યો. એવો પરચો દીધો દીકરાને પાછો ઘોડીયામાં સુવરાવી આનંદ મંગલ બની ગયા. રાજીએ કહ્યું જ્યાં સુધી કાળ રહેશે ત્યાં સુધી કણેક આન્ન પુરું પાડીશ. ત્યારથી ધંધુકીયામાં તરકડી રાજા મુગલાણી પુજાય છે. ત્યારથી ધંધુકીયા મુગલાણી કહેવાણા. તમારા કુળમાં છોકરાના માથા પર ચોટલી રાખવી વૃધ્ધ થાય ત્યા સુધી મુંડો રાખવો પરિવાર ખુબજ વધશે. બીજુ મુગલાણીએ કહ્યું પુત્ર વધૂને અધરણી સીમંત આવે ત્યાં ધોળો પાટ પહેરાવજો.>
કહેવાણા. કાશીથી માળવા પીર પાટણવાળાથી ગુજરાતમાં ગામ ધંધુકે આવ્યા તે ધંધુકીયા અટક કહેવાણી. ધાધલ મેર કોળીના વારમાં. માળવી તે ધંધુકીયા નું ગોત્ર પારાસર ઋષિ છે. રાજા મુગણીના રાજયમાં રહેતા પાડોશી હતા તેના રાજના કારભારી હોવાથી મુગલાણી ધંધુકીયા કહેવાણા. સંવત ૧૫૯૫ ની સાલમાં પંચાણુ ભયંકર દુષ્કાળ પડો. પાવાગઢ તે ચાંપાનેરનો પલટો થયો. રાજ મુગણીને સત્ ચડુ ને બાદશાહના કટક સાથે લડયોને મરાણો તેવી વાત થઈ પણ રાજલ મુગલાણી જીવંત છે. પોતાનો પાડોસી ધંધુકીયા કુંભાર કાળમાં સાત લાંધણ થઈઅતિ ભુખ લાગી છે. અન્ન મળતું નથી. કુંભારે પોતાનો ૬ મહિનાનો દીકરો ઘોડીયામાંથી લઈ તેના કટકા કરી હાંડલામાં રાખી ને ચોડવે છે. વાતની ખબર મુગલાણીને મળી તે કુંભારના ઘેર આવ્યા. કુંભાર ભાઈને કહ્યું કે ભાઈ તે આ શું કર્યુ? અતિ ભુખને લીધે મે બાળ હત્યા કરી છે. હાંડલામાં રાંધુ છું. મુગલાણી સત્ સ્વરૂપ હાંડલાની ઢાંકણી ઉઘાડી ત્યાં સફેદ ચોખા દેખાણા. મુગલાણી સત્પોકાર્યુ કુંભારના દીકરાને સજીવન કર્યો. એવો પરચો દીધો દીકરાને પાછો ઘોડીયામાં સુવરાવી આનંદ મંગલ બની ગયા. રાજીએ કહ્યું જ્યાં સુધી કાળ રહેશે ત્યાં સુધી કણેક આન્ન પુરું પાડીશ. ત્યારથી ધંધુકીયામાં તરકડી રાજા મુગલાણી પુજાય છે. ત્યારથી ધંધુકીયા મુગલાણી કહેવાણા. તમારા કુળમાં છોકરાના માથા પર ચોટલી રાખવી વૃધ્ધ થાય ત્યા સુધી મુંડો રાખવો પરિવાર ખુબજ વધશે. બીજુ મુગલાણીએ કહ્યું પુત્ર વધૂને અધરણી સીમંત આવે ત્યાં ધોળો પાટ પહેરાવજો.>
અરજણ કરશન એભો ત્રણ ભાયુનો પરિવાર. એક ભાઈનો પરિવાર મારવાડ ગયો ત્યાંથી રાજપુતોના ઉચાળા સાથે ગામ વરતેજ અને ફરીયાદકા વસ્યા સુરકા ગામે આવ્યા. વરતેજથી મોટી પાંખી ટાણા - ત્રાપસ - વાવડી - પછી ગામ ઉગામેડી વગેરે ગામે વસ્યા અને શિહોર ભાવનગર અને ઈશ્વરીયા રામધરી આવી વસ્યા. નવમી પાંખી ખરકડી લુવરીયા - સાગણા અને બગસરા પરગણે વાસાવડ પરગણે અલંગ. દશમી પાંખી દેશ ભાલમાં (૫૨) બાવન ગામમાં વસે છે. ૧૧ મી દેશ મારવાડ ગામ પાલી પરગણે ગઈ છે. ૧૨ મી પાંખી મછુ નદી કાંઠે ધોળકામાં વસે છે. ૧૩ મી પાંખી ચમારડી - હળીયાદ ચીતલ કેરાળુ ગામ ચકડગઢ કુંકાવાવ બરવાળા અમરેલી આવીને વસ્યા. ૧૪ મી પાંખી દેશ ખારાપાટ સલડી ફ્રાકસ - કાત્રોડી - જાંબાળ - ગોરડકુ - સાતપડા પછી તળાજા પરગણે કામળોલ માં. ૧૫ મી પાંખી ધંધુકીયા મુંડા કહેવાય. દેશ વાળાંક માં કુઢેલી વાઘનગર - સોબત વડલી - મોણપર - વીજપડી - આવ્યા વસ્યા. અમરેલી પરગણે ચાપાળ - ધોરાજી રાંઢીયામા અને હાલારમાં ગામ લુણસર આવી વસ્યા. વાટલીયામાં મોટી શાખા ધંધુકીયા ની છે. હાલ ૨૦૦૦ ઘર હશે. પ્રથમ મેવાડા બ્રાહ્મણની પેઢીથી આખો વંશ હરદતના પરસોતમના શામજીના દેવશંકરના ગોવરધન ના પરાગજી ના ત્રીકમ ના તોગાના માવાના ગાંગાના ડુંગરના લાલાના વેલાના ગોપાળના ભગુના મુંજાના વીરભાણના જશવંતના મોના ના ડોસાના દેવકરણના પીતાંબરના ભાભાના જેરામ ના વાઘોના દેવજીના નાગજીના વીરજીના રામજીના કાનજીના સર્વ શીરોમણી પરમા પુજ્ય મેપાભાઈ. ગામાં કાશીમાં વટાળ થયો અને વાટલીયા કહેવાણા. મેપાના જગસીના દેવસી - દાનો. ખીમો વરીયાના ભાણેજ. જેતીબાઈના જનમેલકાશીની જાત્રા કરી નાત જમાડી દેવશીભાઈ તથા દાનાભાઈ ના નામ કરણ ચોપડે કરી - ઘોડો સાળુ ગાય પંચ વસ્ત્રની પહેરામણી બારોટ કરણાજી પોલાજીને ગામ ધંધુકામાં વસી ને બીજુ નારણ બલી કરી. વાટલીયા વીરપરા ધરખંડા ધંધુકીયાનો ઈતિહાસ ધંધુકીયાના પુત્રવધૂ ને ઘણો સમય વીતી ગયો પણ સંતાન થતા। નથી. તેમના કુળદેવી ચામુંડામાંની માનતા રાખી. બાજુમાં મુગલાણી મુસલમાનનું ઘર ત્યાં બેસવા ગયા મુસલમાન બહેને કહ્યું તમારે સંતાન નથી તો અમારા કુળ દેવી મુગલાણી માતા ધાગધાગા છે. તમે વિશ્વાસ રાખી માનતા કરો તમારે સૌ સારા વાના થશે. બે માતાની માનતા છે બાઈ ને સીમંત આવ્યું. બે બાળકો નું સ્થાન થયું. નવ માસ પુરા થયા પણ સંતાનનો જન્મ થતો નથી. અગ્યારમાસ થયા બાઈ પીડાઈ છે. મુગલાણી માતાના ભુવા પાસે ગયા. માતાના કહેવાથી સીમંત થયું પણ બાળકનો જન્મ થતો. નથી મુગલાણી માતા કહે મારી અને>
ચામુંડામાંની માનતા છે. બે દીકરા આપ્યા છે. મારો દીકરો આપેલો છે તેના માથા પર વાળ નહી હોય. ચામુંડામાં એ દીકરો આપ્યો તેના માથા પર ચોટલી હશે. બન્ન માતાજીના આશિષથી દીકરા જન્મ્યા. બાલ વગરના દીકરાનો પરિવાર મુંડા મુગલાણી કહેવાણા અને ચોપ્લીવાળા દીકરાનો પરિવાર ચોટલીયા ધંધુકીયા કહેવાણા ધંધુકા વસ્યા તે ધંધુકીયા કહેવાણા. તેમાંથી પાંચ અટક થઈ. ત્રીજા બુહા ધંધુકીયા ચોથા ઘોરખોદા ધંધુકીયા કહેવાણા. પાંચમાં પાંદડિયા ધંધુકીય કહેવાણા. પાંચે અટકનું ગોત્ર એકજ છે.
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.
Select a photo to share with the community