Create New Post
closeSelect a photo to share with the community
પ્રથમ સોલંકી તે દેવગરીયા તે આંબલીયા કહેવાણા. ગોત્ર ભારદ્વાજ શાખા માધની પરવર ત્રીય વેદ યર્જુર્વેદ ગોત્ર દેવી ચોટીલાના ચામુંડા માં. વેઢવા મંગળા ધવળા પાલી સવાના ખેત્રપાળ નાગદેવ ડુંગરનો કટેસરી તે બુટમાં તે ત્રાગાવી પુરીયુ ખીર રોટલી નીવેદમાં થાય છે. શૂરાપુરા સુરધન દાણવાદાદા તે જાડેજા રજપુત છે. હાલ શિહોર ખોખલીવાવ દેવગાણા ગામને રસ્તે વાવ માં બેઠા છે. તેને ઘઉનો ખીચડો ખાંડીને થાય છે. શીકોતર સીંધવી પુજાય છે. બીજી શીકોતર માતા ખીમબાઈ ધોરાજીના છે. માતા કટેસરી ના બુટ - બહુચરા-બલાડા માં એવા નામ છે. ભુવો જ્યારે ધૂણે માથું ઉતારી નાળીયેરની જેમ હાથમાં લઈ ને ધૂણે પછી ધડ માથે મુકે સાજુ થાય.
ભુવો ધુણતો માથુ કાપે તેથી બુટ માં કટેસરી કહેવાયા છે. પેલા ભુવાની આ રીત હતી. હવે સત્ય પાલન ઘર્મ પોતાનો। ઘટી ગયો છે. કળીકાળ માં બનતુ નથી. પેલાના સત્ય પુરુષો હતા તેનું અનુમાન વિશ્વાસની કથા હતી. સુરધન દાણવા વીર દેશ કચ્છમાંથી દેશ સોરઠમાં વસ્યા. દેવના નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન સીમંત - દીકરાના કર વખતે બમણા થાય છે. ત્રીજી શીકોતર લાલબાઈ ધોરાજીના. દીકરો આવે ઘી અઢીશેર| જારવું. દીકરી આવે ત્યારે ઘી સવાશેર જારવું. સવા મહીના પછી ઘી જારીને દીકરી કે દીકરા ને ઘોડીયે સુવડાવવા. મઢમાં જમણી લાલ મધરાસી વાર સવાની જમણી સફેદ વાર સવાની હોળીના દિવસે દીકરા ની ગીમ થાય છે. ખજુરની વાડ થાય છે. પુરીયુ સવાસો ચણાના લોટના ફાફડા સવાસો થાય છે. ઘરે ઉત્સવ થાય છે.
પ્રથમ દેશ ગામ આંબલીયાના
આદી સ્થાન કાશી - મારવાડ - કનોજ - પછી કાંકરેજ - વાગડ માં ત્યાંથી કચ્છમાં ગામ દેવગામ આવ્યા દેવગરીયા કહેવાણા. ત્યાંથી કચ્છમાં આંબલીયાળા ગામે રહ્યા. ત્યારથી આંબલીયા કહેવાણા છે. ત્યાંથી નળીયા કોઠારે આવ્યા ૪૦૦ ઘર હાલ આંબલીયા ના છે. બારોટ શામજીભાઈ લાલજીભાઈ પરિવાર પ્રકુલબાઈ અમૃતલાલભાઈ શામજીબાપાના દીકરા ની પાસે છે. આંબલીયા| સર્વના પિતા બીજલના તેજાના કાળાના લાખાના સાહુળના કરમણ ના ભાયાભાઈ કોકળભાઈ બન્ને ભાયુ. લીલાબેન - વાલીબેન રાણા વરીયાના ભાણેજ માતા વીરુબાઈના જનમેલ. લાખા કાળાનો સર્વ પરિવાર છે. ભાયાભાઈ થી ગોક્ળ ભાઈ થી ચોપડે ઘણી પેઢી ચાલે છે. મુખ્ય પિતાની ઉત્પતિની નામાવલી આપેલ છે. દેશ ગામ - ભાયુ - બેનુ - મોસાળ ની સાબિતી ચોપડા પરીયા પુરણમાં હોય| છે. મુખ્ય અમુક ભાગ આપેલ છે.
॥ શૂરાપૂરા દાણાવાવીર આંબલિયાના શૂરાપૂરા છે. I।
પૂજ્ય પિતા લાખા કાળા જુનાગઢ પરગણે આવ્યા. કસબનો ધંધો કરે પોતાનું રૂડું જીવન ચલાવે છે. જુનાગઢ-નું બાટવા ગામ તેના પટેલ તેમજ રાજના અધિકારો માટે ચોરે કાયમ પાણી ભરવાની સેવા આપે છે. લાખાભાઈ એકહ્યું અમેતો કાળી મજુરી કરી હકનું ખાઈએ છીએ અમારૂ જીવન શિવ ભગવાના સાથે છે. તે અમારા પિતા અને ભરણ પોષણ દાતા છે. કોઈની પરવા હોતી નથી. એવું દાસપણું તો કોટવાળ વાણંદ બાબર કરે. અમારા પર કોઈ હક હોતો નથી. પટેલે અધિકારીને ચડાવ્યા અધિકારીઓએ રાજાને જાણ કરી.
રાજનો હુકમ છુટો. તેના પરિવાર બે દીકરા સાર્ટુળ અને કરજાણન જેલમાં પુરીદો અને અહીંથી હદબાર કરો. દુઃ ખના વાદળ છવાણા. જુનાગઢના રાજ્યનો ત્યાગ કરી ગોહીલમાં સેજકાજીના રાજમાં શિહોર આવે છે. દયાળુ ચંદ્રવંશ પાંડવ વંશ રાજા મને સહાયતા કરે છે. શિહોર આવતા રાત પડી ગઈ. દરબાર ગઢના। બારણા બંધ થયા. પછી દુર કોઈખોખલી વાવના બાર થાળામાં રાત રહ્યા છે. દીકરા ના દુઃ ખથી ઘોર અપમાનથી દુઃખની જ્વાળા હદયમાં લાગી રહી છે. કુળદેવ ચામુંડા અને મહાવીર દાણવા દાદા ને ચાદ કરી તેના નામનું ભજન કરે છે. વહેલા ચાર વાગ્યે મહાવીર પ્રગટ થયા. તારા કુળનો શૂરોપુરો છુ. જા હમણાંજ। તારા દીકરાને છોડાવી લાવું છું. જુનાગઢ જેલમાં ગયા. નિરાશા અને દુઃખથી ધેરાયેલા બંન્ને દીકરા ની પાસે ગયા. બેટા હું તમન` તેડવા આવ્યો છું. તારા બાપુજીએ મને મોક્લ્યો છે. હું તમારા દાદા છું. દાણવાદાદા જે સવા મણીયુ તાળુા તોડી જેલ ઉઘાડી બંન્ને દીકરાને ખંભે ચડાવીને શિહોર લાવે છે.
રાજમાં જેલરે ખબર આપી. કોઈ મોટો ચમત્કાર થયો. તાળુ તુટેલુ હતુ. જેલમાં બે દીકરા નથી કોઈ લઈ ગયું છે. તુરંત રાજાનું લશ્કર કાળવંશ બની પાછળ પડયા. દાણવાબાપા નેથયું કે સારૂ કર્યું મારે હાથે નાશ લખેલો છે. બન્ને દીકરાને વાસાના પાછળમાં દુપટે બાંધ્યા છે અને યુધ્ધમાં મંડાણા-શેરડીના સાંઠા પડે તેમ મસ્તક વગરના ધડોની પથારી થઈ ગઈ છે. ધરણી લોહીથી રંગીને પાપીનો વિનાશ કરી શિહોર આવ્યા લે ભાઈ તારા બે દીકરા. લાખાભાઈ ખુબજ ખુશ થયા. બાપાનું પૂજન કર્યું શિહોરમાં રહી રાત દિવસ આપની સેવા કરીશ. આપનું અવિચળ ધામ બનેશે. હાલ આંબલીયા કુટુંબે ગામ શિહોરમાં ખોખલી વાવે બાપાનું મંદિર બનાવ્યું છે. દર વર્ષે આશો સુદ ૧૪ ને દિવસ સર્વ કુટુંબ મળીને ઉજવે છે. આંબલીયા દાતારી ખુબજ દાન આપ્યું છે. કુળના બાપાનો ગૌરવ રાખી તન - મન - ધન થી દાન સેવા કરે છે. આંબલીયા પરિવાર નરસીભાઈ। જીવરાજભાઈ તથા નાથાલાલ આંબાભાઈ આંબલીયા તથા મેઘજીભાઈ જસરાજભાઈ મનજીભાઈ જામનગર સર્વ સમાજ આંબલીયા દાણવા દાદાની સેવામાં દાન દેવા મહા દાતારી છે.પવિત્ર ધામના દર્શન કરતા પાપ ધોવાય છે.
આંબલીયાના શૂરાપુરા દાણવાદાદા
ઘણવા દાદા એ વાર તો કીધી
ધોળી ધજા હાથમાં લીધી - ટેક.
ખોખલી વાવમાં વાસ દાદાનો દયાળુ દાણવા દેવ
સોલંકી કુળને દુખ ભંજન કાયમ કરૂ એની સેવ.
દાણવા દાદા એ વાર તો કીધી.
દક્ષના જ્ઞાનનો ભંગ કરવા ચાલ્યા બાવન વીર સાથ
વીરભ મળી નાચતો કીધો દાણવા એ એના હાથ.
દાણવા દાદા એ વાર તો કીધી.
ખોખલીવાવે શિવની સાથે વસ્યા શિહોર ગામ
વાવમાં બાપા એ વાસ કીધો થયુ પુત્ર પિતાનું ધામ.
દાણવા દાદા એ વાર તો કીધી.
આંબલીયા કુળના ઈષ્ટદેવતા ખોડલ બુટ ભવાની માત
દાણવા દાદા સાથ લાવ્યા જાલો લાખા કાળાનો હાથ
દાણવા દાદા એ વાર તો કીધી.
લાખાબાપાને રૂબરૂ મળી દુઃખના પુછ્યા સમાચાર જુનાણે બંને પુત્રને જેલ પુર્યા જુરી મરું છું આ વાર.
દાણવા દાદા એ વાર તો કીધી.
જેલમાંથી બંને પુત્ર છોડાવ્યા તાળા તોડી તતકાળ
ખંભે બેસાડી પંથેપડયા વીર બાહુ બળ વિશાળ.
દાણવા દાદા એ વાર તો કીધી.
દુ શ્મનો. ઘેરી વળીયા વચે દાણવા વીર
બન્ને પુત્ર ઉરમાં રાખી અસુરોને માર્યા રણધીર.
દાણવા દાદા એ વાર પતો કીધી.
વાયુ વેગે જોર ઝપાટે આવ્યા શીહોર ગામ
લાખા કાળાને પુત્ર સોંપ્યા આંબલીયે બનાવું ધામ.
દાણવા દાદા એ વાર તો કીધી.
દાદનું તો મંદિર બનાવું ખોખલી વા વિશાળી
આંબલીયાના આશા પુરે કરુણાનિધાન દયાળ,
દાણવા દાદા એ વાર તો કીધી.
ચારે કોર આરતી ઉતરે ધણેણે નગારા જાલરીનાદી
બાપાના મંદિરે આરતી જળહળે ધુપ દીપ બહેકે સાથ.
દાણવા દાદા એ વાર તો કીધી.
કરલામાં કલ્યાણભાઈ ને નહી પુત્ર પરિવાર
ચાલીસ વર્ષે પુત્ર દીધો થયો દેવાતનો અવતાર.
દાણવા દાદા એ વાર તો કીધી.
પવિત્ર ભૂમિ શિહોરની તીર્થ ધામ ગણાય
બ્રહ્મકુંડ માતા ખોડિયાર વળી હનુમાનને શિવાય.
દાણવા દાદા એ વાર તો કીધી.
દુખભંજની દાણવા દાદા સમરે આવશે વાર
નાથુરાવ વંદે ચરણે નમી ધન્ય કરો અવતાર.
દાણવા દાદા એ વાર તો કીધી.
પ્રજપતિ આંબલીયાની દાતારી
ધોળી ધજા દેવળે ચડી
વંદે દાદાને પાય પડી - ટેક.
ઓગણીશ અડતાલીસ સાલે વળી ચોંદને શનિવાર
દાણવા દાદાની પ્રતિષ્ઠાનો થયો જય જય કાર. - ધોળી.।
ભુવા નરશી ભકતરાજે સેવા કરી છે અપાર
સત્યવૃતી જેના મન લાગી કુળદેવનો સહકાર. - ધોળી.
કુટુંબ નાનુને દાતારી મોટી કરે ધર્મના કામ
બોરડીંગ દવાખાના બાંધ્યા બોલે ભારતે નામ. - ધોળી.
મોહન માવજી દે શમાં ઘરોઘર વખણાય
સુપુત્ર હરીભાઈ એ પિતાના પગલે ચલાય. - ધોળી.
રાઘવ હીરજીએ સેવા કીધી ભાવ જેનો અપાર
તન - મન - ધન અર્પયા કુટુંબ કામે સહકાર. - ધોળી.
ઢોલરવા છગન ભતે મુર્તિ આપી આપો આપ
કળા હતી તે બધી વાપરી પુત્રે ઘડીયા બાપ. - ધોળી.
જામનગર જશરાજે સિંહાસન આપ્યું ભેટ
જુગો જુગ નામના રહેશે જેનુ સાયર જેવુ પેટ. - ધોળી.
ગોંડલના રતના પરિવારેદીધી લાદી મંદિર માય
રાજકોટના નાથુ ઠાકરશી એ મળી બન્ને શોભાય. - ધોળી.
જામનગરના બુટુક ભાઈએ સુંદર દીવડા પ્રગટાવ્યા
ઝ ળહળે વીજળી દીવા દીવાળી નિત હરખાય. - ધોળી.
પંચરંગી કાચ કપચીથી ઘુમટ શોભે અપાર|
મતીયાળા મેઘજીભાયે ભેટ દીયો દાતાર. - ધોળી.
વીર દાતારો દાન દેવા હૈયડે ખુબ હરખાય
‘નાથુરાવ’ આંબલીયામાં દાણવા દાદા વખણાય. - ધોળી.
આંબલીયા પ્રાગજીભાઈ શૂરવીર ગામ કરલાવાળાના
સોરઠ ધર સાબદી ગીર કાંઠો ગણાય
ભાવેણા સુધી ભણાય પ્રજામાં સંતો પ્રાગલો......૧।
ભડ રમિયો ભાલે મધ્ય બજાર માય
જોતા દુશ્મન જાય પાછા પગલા ન ભરે પ્રાગલો......૨
કાળો ખુમાણ કરગરે થરથર દાનો થાય
પડકાર પ્રાગાતણો જોતા દુશ્મનો જાચ......૩।
પટાળા પ્રાગતણી (કોણ ) જાલે બાજો જીક
ઉનડ વંડી ઉતરો ભાગી ગોતી ભીંત......૪
આંબલીયા રામજી માવજીના દુહા
ગામ ખાભા ગીરના।
વકીલમાં ડાહ્યો વધુ તેનો ન થાય તોલ
તુ જીભે માવજી તણા (તારા) બારિસ્ટર જેવા બોલ.
કેતા જાણતા કાયદા ભણ્યો વિદ્યા ભરપુરા
કેશ હજુરી કોર્ટે જીત્યો ધણોજ જરૂર.
આંબલીયા મોહન માવજીભાઈ- મુંબઈ -મહુવા|
॥ આંબલીયામાં અમર ફળ ॥
(રાગ ઃ- કુંતા અભીમન્યુને બાંધે અમર રાખડી રે......
મોહનની બંદીજન વરણવે અમર કીર્તિ રે......
દીવડા આંબલીયા દેખી તારી શું વૃત્તિ રે
મારા મોંઘેરા યજમાન
ધર્મવાનને ધનવાન
કુળવંતને ખાનદાન
ધરે નારાયણનું ધ્યાન.
રૂદે વચનામૃતનું જ્ઞાન
કૃપા કરે શ્રીજી ભગવાન
મોહનની બંદીજન વરણવે અમર કીર્તિ રે......
અમર ફળ દાતાર દેખી તારી શું વૃતિ રે.....
હરહરિ નામને સમર્યો
માં- બાપ સેવાતો કર્યો
નાત સેવાના પાઠ ભણીયા
નીજ જ્ઞાતિ ગૌરવ ઉર ધરીયા
તન મન ધન અરપ્યા
જગે ઠેર ઠેર જસ મળીયા
મોહન જગમાં જન્મી સેવા કામતો કરીયા......
તારી માનવતા દેખી આંબલીયા શું વૃત્તિયા......
વીર પુરૂષ રાખ્યા નામા
વાલા ન કર્યા એને દામ
કહે જ્ઞાતિ સર્વ તમામા
જ્ઞાતિ રૂદે ગૌરવ ભર્યું નામ
કરતા ધર્મના રૂડા કામ
મહુવા સુરત ખાંભામહી બોડીંગને બાંધ્યા|
પ્રજાપતિ મોહન દાતા મુખ્ય અમર નામ રાખ્યા.
ગામો ગામ દેતા દામ
ગરીબના કર્યા કામ
સેવા કરતા ન કરો આરામ
મનમાં રામ હાથે કામ
કંઈકના દેવોના બનાવ્યા ધામ
જગના શું ના પુર્યા હામ
મોહનની પરીચાગત વરણવે અમર કીર્તિ રે......
‘નાથુરાવ’ માવજી નંદાની જુગો જુગ રહેશે કીર્તિ રે......
॥। દુહો ॥
મળી જોડી માનવની કમળાબેન કામની
વૃત્તિ એક સત્ય વૃત્તિ માવજી નંદામોહનની.
પુત્ર હરીભાઈ આંબલીયા:
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.
Select a photo to share with the community